મુંબઈઃ શેરબજારમાં અનેક પેની સ્ટોક છે. જેણે રોકાણકારોને એક વર્ષમાં માલામાલ કર્યા છે. આવો જ એક શેર ગીતા રિન્યૂએબલ એનર્જી છે. જણે એક વર્ષમાં રોકાણકારોને આશરે 3600 ટકાનું વળતર આપ્યું છે.


ગીતા રિન્યૂએબલ એનર્જીનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 29 જુન, 2020ના રોજ 5,50 રૂપિયા પર બંધ થયો હતો અને 29 જુલાઈ 2021ના રોજ 194,15 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે 30 જુલાઈએ 203,85 રૂપિયા પર પહોંચતા 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આમ આ પ્રકારે શેરે એક વર્ષમાં આશરે 3600 ટકા વળતર આપ્યું છે. એટલે કે જો 29 જુન 2020ના રોજ કોઈએ આ શેરમાં એક લાખ રૂપિયા રોક્યા હોય તો આજે આશરે 37 લાખ રૂપિયા થઈ ગયા હોય. જેની તુલનામાં સેન્સેક્સ એક વર્ષમાં આશરે 38.37 ટકા જ વધ્યો છે.


ચાલુ વર્ષે કેટલો થયો વધારો


ચાલુ વર્ષે જાન્યુઆરીથી 29 જુલાઈ સુધી જોઈએ તો ગીતા રિન્યુએબલ એનર્જીના શેરમાં 2797.76 ટકાનો વધારો થયો છે. એક મહિનામાં જ શેર 154.29 ટકા વધ્યો છે. 29 જુલાઈએ શેર 194,15 રૂપિયા પર પહોંચ્યો હતો અને બીસીએઈમાં 5 ટકાની અપર સર્કિટ લગાવવી પડી હતી. જૂન ત્રિમાસિકમાં આ શેરમાં પ્રમોટર્સનો હિસ્સો 73.05 ટકા અને પબ્લિકનો હિસ્સો 26.95 ટકા હતો. એટલે કે 4,191 શેરધારકતો પાસે કંપનીના 11.08 લાખ શેર હતા. તેમાંથી 3947 પાસે બે લાખ રૂપિયા સુધીના શેર હતા. માત્ર ત્રણ શેર ધારકો પાસે બે લાખથી વધારે રકમના શેર હતા.


અન્ય હરિફ કંપનીઓ સાથે તુલના


તમિલનાડુની આ કંપનીએ છેલ્લા એક વર્ષમાં શાનદાર દેખાવ કર્યો છે. તેની તુલના અન્ય હરિફ કંપનીઓ સાથે કરવામાં આવે તો રવીન્દ્ર એનર્જીના શેરમાં 121.47 ટકા, જીવીકે પાવર એન્ડ ઈન્ફ્રાના શેરમાં 27.11 ટકા તથા ઉર્જા ગ્લોબલના શેરમાં 162.13 ટકાનો વધારો થયો છે.


શું છે ચોંકાવનારી વાત


ચોંકાવનારી વાત એ છે કે સપ્ટેમ્બર 2017ના ત્રિમાસિકથી સતત આ કંપની ખોટ કરી રહી છે. માત્ર માર્ચ 2021માં કંપનીને 15 લાખનો નફો થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીની આવકમાં 63 ટકાનો ઘટાડો થયો છે.


પેની સ્ટોકમાં રોકાણ હંમેશા જોખમ ભર્યુ હોય છે, તેથી મોટાભાગના એક્સપર્ટ તેનાથી બચવાની સલાહ આપે છે.