નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોમાં ન્યૂયોર્કની પ્રાઇવેટ ઇક્વિટી કંપની જનરલ એટલાંટિકે 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ ડીલ અંતર્ગત જનરલ એટલાંટિક જિયો પ્લેટફોર્મમાં 1.34 ટકા હિસ્સો ખરીદશે. કોઈપણ એશિયન કંપનીમાં જનરલ એટલાંટિકનું સૌથી મોટું રોકાણ છે. રવિવારે રાતે આ જાણકારી સામે આવી હતી.
રિલાયન્સ જિયોના ચાર સૌથી મોટા સોદા
છેલ્લા ચાર સપ્તાહમાં રિલાયન્સ જિયોની ચોથી મેગા ડીલ છે અને 67,194.75 કરોડ રૂપિયાનું ફંડ હાંસલ કરવાનો રસ્તો ખોલી દીધો છે. આ ક્રમમાં સૌથી પહેલા ફેસબુકે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં લેવાની જાહેરાત કરી હતી.
ફેસબુક ડીલના થોડા દિવસો બાદ વિશ્વના સૌથી મોટા ટેક ઈન્વેસ્ટર સિલ્વરલેકે 5665.75 કરોડ રૂપિયામાં જિયોમાં 1.15 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ ઉપરાંત અમેરિકાની વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી અને આ માટે 11,367 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે થોડા દિવસો પહેલા એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રિલાયન્સે માર્ચ 2021 સુધીમાં ઋણ મુક્ત (ઝીરો નેટ ડેબ્ટ) થવાનો ટાર્ગેટ રાખ્યો છે. ડિસેમ્બર 2019ના આંકડા પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર 1.53 કરોડ લાખ રૂપિયાનું દેવુ છે. આગામી સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઝડપથી ઋણ મુક્ત થવાની દિશામાં અનેક મહત્વની જાહેરાતો કરી શકે છે.
રિલાયન્સ Jioમાં વધુ એક કંપનીએ કર્યુ 6598 કરોડ રૂપિયાનું રોકાણ, એક મહિનામાં જિયોની ચોથી મેગા ડીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2020 10:33 AM (IST)
સૌથી પહેલા ફેસબુકે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં લેવાની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -