Glenmark Life Sciences IPO: દેશની ટોચની ફાર્મા કંપનીઓમાંથી એક એવી ગ્લેનમાર્ક લાઇફ લાઇન્સિસ(Glenmark Life Sciences) નો IPO 27 જુલાઈના રોજ સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ પોતાના IPOની કિંમત 695-720 રૂપિયા રાખી છે. તેમાં તમે 29 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો. ત્યાર બાદ તેનું સબ્સક્રિપ્શન બંધ થઈ જશે. તેની મૂળ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડે મંગળવારે આ વાતની જાણકારી આપી છે. કંપનીએ પોતાના બિઝનેસને વધારવા અને મૂડીની જરૂરતોને પૂરી કરવા માટે ફ્રેશ ઈશ્યુ માર્કેટમાં ઉતારવા જઈ રહી છે. કંપનીની યોજના તેના દ્વારા લગભગ 1514 કરોડ રૂપિયા મેળવવાની છે.


IPO માટે 20 શેરનો એક લોટ હશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. કંપની 1060 કોરડ રૂપિયાના નવા શેર બહાર પાડશે. જ્યારે તેની પેરન્ટ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ ઓફર ફોર સેલ દ્વારા 63 લાખ ઇક્વિટી શેર વેચશે. એન્કર રોકાણકારો માટે ઇશ્યૂ 26 જુલાઈએ ખુલશે. જાણકારી અનુસાર શેર બજારમાં ગ્લેનમાર્ક લાઈફનો શેર 6 ઓગસ્ટના રોજ એક્સચેન્જ પર લિસ્ટેડ થઈ શકે છે.


કંપની QIB માટે 50 ટકા, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ રોકાણકારો માટે 35 ટકા અનામત રાખશે. કંપની આ ઇશ્યૂ દ્વારા 1,513.6 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.


API બિઝનેસ પર કંપનીની આવક નિર્ભર


જણાવીએ કે, હાલમાં ગ્લેનમાર્ક ફાર્માની કંપનીમાં 100 ટકા હિસ્સેદારી છે. કંપની આવક માટે પોતાના એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિએન્ટ્સ (API) પર નિર્ભર છે. 2019માં કંપનીની 84.14 ટકા અને વર્ષ 2020માં 89.87 ટકા આવક API બિઝનેસમાંથી આવી હતી. તેના પોર્ટફોલિયોમાં 120 પ્રોડક્ટ્સ સામેલ છે.


ગ્લેનમાર્ક લાઈફ સાઇન્સિસના IPO માં ગોલ્ડમૈન સૈક્શ, કોટક મહિન્દ્રા કેપિટલ, બોફા સિક્યોરિટીઝ, ડીએએમ કેપિટલ, બીઓબી કેપ્સ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ મુખ્ય સંચાલકો છે.