Tatva Chintan Pharma IPO: તત્વ ચિંતન ફાર્માના 500 કરોડ રૂપિયાનો આઈપીઓ 17.22 ગણઓ ભરાઈ ગયો છે. આ આઈપીઓમાં અરજી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. રોકાણકારો આજે સાંજે સુધીમાં 13 શેરના લોટમાં 1073-1083 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ બેન્ડમાં બિડ કરી શકે છે.


આ આઈપીઓને લઈને રોકાણકારોમાં એટલો ઉત્સાહ છે કે આઈપીઓ ખુલ્યાના બે કલાકમાં જ આઈપીઓઓ ઓવરસબ્સક્રાઈબ થઈ ગયો હતો. સાથે જ કંપનીના શેરના ગ્રે માર્કેટમાં પણ ઉંચા ભાવ ચાલી રહ્યા છે અને તે ઇશ્યૂ પ્રાઈસ 1083ની સામે 760 રૂપિયાના પ્રીમિયન પર ટ્રેડ થઈ રહ્યો છે.


આ આઈપીઓ માટે ક્વોલીફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો ક્વોટા 2.96 ગણો, નોન ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારોનો ક્વોટા 16.01 ગણઓ અને રિટેલ રોકાણકારોનો ક્વોટા 25.89 ગણો ભરાઈ ગયો છે. 500 કરોડ રૂપિયાના આ આઈપીઓ અંતર્ગત 225 કરોડ રૂપયાના નવા શેર અને 275 કરોડ રૂપિયા ઓફર ફોલ સેલ અંતર્ગત હાલના શેરહોલ્ડરને મળશે. આઈપીઓના સબ્સક્રિપ્શન બાદ શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. આ કંપનીના સ્ટોકનું એલોટમેન્ટ 26 જુલાઈના રોજ આવી શકે છે અને 29 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઈ શકે છે.


ક્યાં થશે ફંડનો ઉપયોગ?


આ IPO દ્વારા મેળવવામાં આરેક રૂપિયાનો ઉપયોગ દહેજ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો વિસ્તાર કરવા અને વડોદરામાં સ્થિત પોતાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આવનાર ખર્ચ અને કંપનીની રોજીંદી જરૂરિયાત માટે કરવામાં આવશે.


શું છે કંપનીનો વેપાર?


કંપનીના વેપારની વાત કરીએ તો વડોદરાની તત્વ ચિંતન એક સ્પેશ્યાલિટી કેમિકલ કંપની છે. કંપની પોતાના પ્રોડક્ટ્સની નિકાસ લગભગ 25 દેશોમાં કરે છે. આ લીસ્ટમાં અમેરિકા, ચીન, જર્મની, જાપાન, દક્ષિણ આફ્રિકા અને બ્રિટન સામેલ છે.


કેટલો રહ્યો કંપનીનો નફો?


એક વર્ષ પહેલા નાણાંકીય વર્ષ 2020માં કંપનીએ 263.24 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ સિવાય ચોખ્ખો નફો 37.79 કરોડ રૂપિયા રહ્યો. જાન્યુઆરી 2020 સુધી ફર્મ પર 83.17 કરોડ રૂપિયાનું દેવું હતું. તેનાથી આગળના નાણાંકીય વર્ષમાં કંપનીનો નફો 20.54 કરોડ રૂપિયા અને આવક 206.3 કરોડ રૂપિયા હતી.