નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસ દરમિયાન ભારતમાં પણ સંપર્કમાં રહી શકાય તે માટે ગોએરે મેટ્રીક્સ સેલ્યુલર (ઇન્ટરનેશનલ) સર્વિસીઝ લિમીટેડ સાથે જોડાણ કર્યુ છે. જે ગ્રાહકો ગોએરની વેબસાઇટ પર પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બુક કરશે કેઓ સિમ કાર્ડ ખરીદી શકે છે અને એરપોર્ટ પર મેટ્રીક્સના કેન્દ્ર પરથી મેળવી કરી શકે છે. ગોએર એક માત્ર ભારતીય એરલાઇન છે જે પોતાના ગ્રાહકોને સિમ/Mi-FI ઓનલાઇન ખરીદવામાં આ પ્રકારની સરળતા પૂરી પાડે છે.


599 રૂપિયાથી શરૂ થાય છે પ્લાન

ગોએર દ્વારા ઉડાન ભરતાં પેસેન્જર્સ https://goair.matrix.in/ પરથી પોતાને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવા અનેક પ્લાનમાંથી એકની પસંદગી કરી શકે છે. તેઓ મેટ્રીક્સ વાયરલેસ કોમ્યુનિકેશન (MiFi) મેટ્રીક્સ સેલ્યુલર (ઇન્ટરનેશનલ સર્વિસીઝ લિમટેડ દ્વારા પણ પ્રાપ્ત કરી શકે છે. આ ડિવાઇસ Wi-Fi રાઉટર તરીકે કામ કરશે અને તે એક સાથે પાંચ ડિવાઇસ સાથે કનેક્ટ થઇ શકે છે. ગોએર પેસેન્જર્સને મેટ્રીક્સ થાઇલેન્ડ માટે સૌથી ઓછી કિંમતવાળો પ્લાન ઓફર કરે છે જે રૂ. 599/-થી શરૂ થાય છે. વધુમાં કંપની મલેશિયા, ઇન્ડોનેશિયા, ચાઇના, હોંગકોંગ અને દુબઇ જતા ગ્રાહકો માટે પણ ખાસ પ્રાઇસ પ્લાન ધરાવે છે. આ નવી ભાગીદારીનો હેતુ સરળ મુસાફરી અનુભવ પૂરો પાડવા માટે અને મુસાફરોને વિદેશમાં હોય ત્યારે પણ કનેક્ટેડ રહેવા માટે મદદ કરવાનો છે.

અમદાવાદ સહિત 36 ડેસ્ટીનેશન્સ

ગોએર હાલમાં 325થી વધુ દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે અને શરૂથી લઇને નવેમ્બર 2019 સુધીમાં 78.7 લાખ પેસેન્જર્સનું વહન કર્યું હતું. ગોએરના 36 ઘરેલુ ડેસ્ટીનેશન્સમાં અમદાવાદ, ઐઝવાલ બગડોગરા, બેંગાલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ, દિલ્હી, ગોવા, ગૌહત્તી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જમ્મુ, કોચી, કોલકાતા, કન્નૂર, લેહ, લખનૌ, મુંબઇ, નાગપુર, પટણા, પોર્ટ બ્લેયર, પૂણે, રાંચી, શ્રીનગર અને વારાણસી અને 9 આંતરરાષ્ટ્રીય ડેસ્ટીનેશન્સમાં ફુકેટ, માલી, મસ્કત, અબુધાબી, દુબઇ, બેંગકોક, સિંગાપોર, કુવૈત અને દમણનો સમાવેશ થાય છે.

Oyo કર્મચારીઓ માટે માઠા સમાચાર, સંકટમાં હજારો કર્મચારીઓની નોકરી, જાણો વિગત

BOB સહિત 3 બેંકોએ આપી નવા વર્ષની ભેટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો

CAA-NRC પર મોદીએ મમતાને રોકડું પરખાવ્યું; અહીં બીજો કાર્યક્રમ, દિલ્હી આવીને વાત કરો