કોલકાતાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના પશ્ચિમ બંગાળ પ્રવાસ અંતર્ગત શનિવારે કોલકાતા આવ્યા હતા. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.


મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે નાગરિકતા સંશોધન કાયદો, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર મુદ્દા પર વાત કરી અને કહ્યું અમે તેના વિરોધમાં છીએ. બંગાળ સીએએ અને એનઆરસીને સ્વીકારી રહ્યું નથી. કોઈને પણ દેશમાંથી હાંકી કાઢવામાં નહીં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સરકારે સીએએ અને એનઆરસી પર વિચાર કરવો જોઈએ.


જોકે આ મુદ્દા પર પીએમ મોદીએ મમતા બેનર્જીને જવાબ આપતાં કહ્યું, તેઓ અન્ય કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા છે. આ મુદ્દા દિલ્હીમાં વાત થશે. જેની સાથે જ પીએમ મોદીએ મમતાને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું હતું.


પીએમ સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું, આ મારું બંધારણીય કર્તવ્ય છે. પ્રધાનમંત્રી સાથે સૌજન્ય મુલાકાત હતી. પ્રધાનમંત્રીના પશ્ચિમ બંગાળ પ્રવાસને લઈ વિદ્યાર્થી સંગઠન  સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)એ ગોબેક મોદી લખેલા પોસ્ટર લઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.


બિગ બોસ-13ની આ સ્પર્ધકે કર્યો આઘાતજનક ખુલાસો, કહ્યું- 13 વર્ષની હતી ત્યારે રૂમ બંધ કરીને મારા પર.....

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો 12 અને 13 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ

જૂનાગઢઃ ખાનગી ટ્રાવેલ્સનો થયો અકસ્માત, 4નાં મોત, આવી થઈ બસની હાલત