Gold and Silver Price: આજે ફરી એક વખત દેશમાં સોના અને ચાંદીના દરમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં સોનાનો ભાવ આજે 0.33 ટકા વધીને 47,320 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. જ્યારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું 47,547 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે 22 કેરેટ સોનું 43,553 રૂપિયા પ્રતિ દસ ગ્રામમાં વેચાઈ રહ્યું છે.


બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ 0.35 ટકા (રૂ. 222) નો વધારો જોવા મળ્યો છે. આજે દેશમાં ચાંદી 63,776 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે બજાર બંધ થવા સમયે સોનાનો ભાવ 47,164 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ 63,587 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો.


વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો


વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. હાજરમાં ગોલ્ડનો ભાવ આજે 0.3 ટકા વધીને 1,815.16 ડોલર પ્રતિ ઔંસ હતો. યુએસ ગોલ્ડ વાયદો પણ 0.3 ટકા વધીને 1,817.40 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. બીજી બાજુ આજે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં 0.1 ટકાનો ઘટાડો થયો છે. આજે તેના દર અહીં 24.03 ડોલર પ્રતિ ઔંસ નોંધાયા હતા. પ્લેટિનમ ભાવમાં પણ 0.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. આજે તેના દર ટ્રોય ઔંસ દીઠ $ 1,003.89 નોંધાયા હતા.


આજે દેશના મોટા શહેરોમાં સોના-ચાંદીના ભાવ



  • નવી દિલ્હીમાં આજે 22 કેરેટ સોનું 46,590 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયું હતું, જ્યારે ચાંદીનો દર 63,500 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો.

  • કોલકાતામાં આજે 22 કેરેટ સોનું 46,940 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયું હતું, જ્યારે ચાંદીનો દર 63,500 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો.

  • ચેન્નાઈમાં આજે 22 કેરેટ સોનું 44,870 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયું હતું, જ્યારે ચાંદીના ભાવ 68,400 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા હતા.

  • મુંબઈમાં આજે 22 કેરેટ સોનું 46,490 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયું હતું, જ્યારે ચાંદીના ભાવ 63,500 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા હતા.