યૂરોપિયન સેન્ટ્રલ બેંક તરફતી બોન્ડ ખરીદ્યા બાદ અને અમેરિકાની અર્થવ્યવસ્થાને સ્ટિમ્યુલસ આપવાથી ઉભું થયેલ સકારાત્મક વાતાવરણ છતાં વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ શુક્રવારે 0.5 ટકા ઘટ્યા હતા. તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી અને એમસીએક્સમાં સોનું 0.32 ટકા ઘટીને 44737 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યું હતું. જ્યારે ચાંદીમાં 0.5 ટકાના ઘટાડો આવ્યો અને તે 67207 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ હતી. 


વૈશ્વિક બજારમાં સોનાની ચમક ફીકી પડી


વૈશ્વિક માર્કેટમાં શુક્રવારે તેના ભાવ ઘટ્યા છે. જોકે આગળ જતા કિંમતમાં ઉછાળો આવી શેક છે. વધતા ડોલરને કારણએ કિંમતમાં થોડી વધવાની શક્યતા છે. હાજરમાં સોનું 0.3 ટકા ઘટીને 1716.50 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. આ સપ્તાહે સોનું 1.4 ટકા વધ્યું અને તે 22 જાન્યુઆરીએ પુરા થયેલ સપ્તાહ બાદ સૌથી મોટો ઉછાળો હતો. 


દિલ્હી માર્કેટમાં સોનામાં સામાન્ય ઉતાર ચડાવ


ઘરેલુ બજારની વાત કરીએ તો અમદાવાદમાં શુક્રવાર સોનું હાજરમાં 44478 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બોલાઈ રહ્યું હતું જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 44700 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યું છે. બુધવારે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનું 44286 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. મંગળવારે સોનું 44174 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું. ચાંદીની કિંમતમાં પણ ઉછાળો જોવા મળઅયો છે. ચાંદીની કિંમત 126 રૂપિયા વધીને 66236 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટી પર પહોંચી ગઈ. જ્યારે મંગળવારે ચાંદી 66110 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. 


સોનાની કિંમતમાં ઘટાડાને કારણે ગોલ્ડ ઈટીએફનું હોલ્ડિંગ પણ ઘટી રહ્યું છે. જોકે અમેરિકાની અર્થવ્યવસ્થામાં સ્ટિમ્યુલને કારણે તેમાં વધારો થઈ શકે છે. જ્યાં સુધી ઘરેલુ બજારનો સવાલ છે તો ગોલ્ડ માટે 44500 સપોર્ટ છે. જ્યારે તેમાં 45000 પ્રતિકારક સપાટી છે. જ્યારે ચાંદીમાં 66800 રૂપિયા પર સપોર્ટ છે અને 67900 રૂપિયા પ્રતિકારક સપાટી છે.