નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી લોકોને હજુ રાહત નથી મળી ત્યારે ખાદ્ય તેલની મોંઘવારી લોકો માટે આફત બની રહી છે. વિતેલા એક વર્ષનાં આંકડા પર નજર કરીએ તો જાણવા મળશે કે ખાદ્યતેલની કિંમતમાં 50 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
ઉપભોક્તા મામલાના મંત્રાલયની વેબસાઈટ પર આપવામાં આવેલ આંકડા અનુસાર મગફળીના તેલની કિંમત અંદાજે 50 ટકા જેટલી વધી ગઈ છે. વિતેલા વર્ષે 10 માર્ચના રોજ મગફળીની કિંમત સરેરાશ 120 રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે આ વર્ષે 10 માર્ચના રોજ સરેરાશ કિંમત 170 રૂપિયા છે. જ્યારે દિલ્હીમાં તેની કિંમત વિતેલા વર્ષ 10 માર્ચના રોજ 162 રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે આ વર્ષે 10 માર્ચના રોજ તેની કિંમત 184 રૂપિયા પ્રતિ લિટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં વધી કિંમત
ખાદ્ય તેલના કારોબાર સાથે જોડાયેલ લોકોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલની કિંમત આસમાને પહોંચી ગઈ છે, જેના કારણે ભારતમાં પણ કિંમત વધી છે. તેવી જ રીતે સરવસના તેલની સરેરાશ કિંમત પણ 20 ટકા જેટલી વધી છે. વિતેલા વર્ષે 10 માર્ચના રોજ તેની કિંમત 120 રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે આ વર્ષે તેની કિંમત 142 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દિલ્હીમાં સરસવની કિંમત 120 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 152 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
ઉપરાંત મામ ઓઈલની દેશભરમાં સરેરાશ કિંમત એક વર્ષમાં 85 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 125 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. દિલ્હીમાં તેની કિંમત 102 રૂપિયાથી વધીને 121 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે જાણકારો કિંમત વધવાનું એક કારણ જણાવતા કહે છે કે આ વર્ષે ચીન પણ મોટા પાયે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખાદ્ય તેલ ખરીદી રહ્યું છે જેના કારણે કિંમત વધી છે.
જાણકારો અુસાર ટૂંકમાં જ દેશભરમાં સરસવનો નવો પાક આવશે, જેના કારણે કિંમત સ્થિર કરવામાં મદદ મળશે. જ્યારે કિંમત વધવાથી કારોબારીઓને કેટલીક અન્ય મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.