વૈશ્વિક બજારમાં સોનાનામાં મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પરંતુ ડોલર નબળો પડવાને કારણે તેમાં થોડો ઉછાળો આવ્યો છે. બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે પણ તેની કિંમત થોડી વધી છે જોકે ઘરેલુ માર્કેટમાં એમસીએક્સ પર સોનાની કિંમતમાં 0.06 ટકાના ઘટાડો એટલે કે 48200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીની કિંમતાં 0.03 ટકાનો ઘટાડો એટલે કે 70316 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.


દિલ્હી માર્કેટમાં સોનામાં ઘટાડો


મંગળવારે દિલ્હીના હાજર બજારમાં સોનું 305 રૂપિયા ઘટીને 46756 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે ચાંદીની કિંમતમાં 113 રૂપિયાનો ઘટાડો આવ્યો અને તે 67810 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી. અમદાવદામાં ગોલ્ડ માર્કેટમાં હાજરમાં સોનું 47318 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થતું હતું જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48057 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 1785 પર સપોર્ટ છે જ્યારે 1800/1820 ડોલર પ્રતિકારક સપાટી છે. જ્યારે એમસીએક્સ પર સોનામાં 47900 પર સપોર્ટ છે જ્યારે 48600 રૂપિયા પ્રતિકારક સપાટી છે.


ઘરઆંગમે સોનાની માગમાં ઉછાળો


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ઘટાડા બાદ તેજીનું વેલણ જોવા મળી રહ્યું છે. જોકે ભારતીય બજારમાં ગ્રાહકોની વધતી માગને કારણે સોનાની આયાતમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોના સંક્રમણને કારણે પ્રથમ લહેર થોડી ધીમી પડ્યા બાદ કિંતમમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરીથી કોરોનાની બીજી લહેર આવતા સોનાની માગમાં તેજી જોવા મળી છે અને તેની કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. જોકે કિંમતમં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં સોનામાં આગળ પણ ઉછાળો જોવા મળી શકે છે.


કોરોનાનો કહેરઃ દેશની આ જાણીતી ટુ-વ્હીલર કંપનીઓ પોતાની તમામ ફેક્ટરીઓ 1લી મે સુધી બંધ કરી


કોરોનાથી પ્રભાવિત રાજ્યોને રિલાસન્ય ઇન્ડસ્ટ્રીઝ દરરોજ 700 ટન ઓક્સિજન સપ્લાય કરે છે