ઇન્ટરનેશલ માર્કેટમાં આવેલ ઘટાડાની અસર ઘરેલુ માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન બોન્ડના યીલ્ડમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે સોનામાં રોકાણ ઘટી રહ્યું છે. આ જ કારણ છે કે તેની કિંમતમાં ઘટાડો આવી રહ્યો છે. વૈશ્વિક બજારની ચાલે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે.


એમસીએક્સમાં સોનામાં ઘટાડો

અમેરિકાની સરકારના પ્રયત્નોથી અર્થવ્યવસ્થામાં ગતિ જોવા મળે તેવી શક્યતા છે. તેનાથી આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધી શકે છે કારણ કે રોકાણકારો મોઘવારીની સામે હેજિંગ માટે તેમાં રોકાણ વધારી શકે છે. હાલમાં કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે એમસીએક્સમાં સોનાની કિંમત 0.16 ટકા એટલે કે 74 રૂપિયા ઘટીને 46448 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી જ્યારે ચાંદી ફ્યૂચર 0.65 ટકા ઉછાળા સાથે 452 રૂપિયા વધીને 69995 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.

આ પહેલા ગઈકાલે સોનામાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ચાંદીમાં 0.33 ટકાનો ઘટાડો આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં સોનું 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું. ત્યાર બાદ તે 9000 રૂપિયા જેટલું તુટ્યું છે. વૈશ્વિક બજારમાં સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે ઇન્ટરનેશનલ માર્કેટમાં હાજરમાં સોનું 0.3 ટકા ઘટીને 1820.73 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. એમસીએક્સ ગોલ્ડમાં 46220 રૂપિયા પર સપોર્ટ છે અને 48060 પ્રતિકારક સપાટી છે. ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં જાન્યુઆરીમાં વધારો જોવા મળ્યો છે.

ગોલ્ડ ઈટીએફનું હોલ્ડિંગ ઘટ્યું

ગુરુવારે શરૂઆતના સમયમાં દિલ્હી માર્કેટમાં સોનું ઘટીને 46770 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો અને તે 70510 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. બીજી બાજુ વિસ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆરનું હોલ્ડિંગ 0.4 કા ઘટીને 1110.44 ટન પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીની કિંમત વધીને 27.73 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.