વિતેલા સપ્તાહે ઘટાડા બાદ ભારતીય બજારામાં આ સપ્તાહના પ્રથમ દિવસે સોના અને ચાંદીમાં ઉછાળો નોંધાયો છે. એમસીએક્સમાં સોનું 0.6 ટકા વધીને 47004 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ હ્યું છે. ચાંદી પણ 0.6 ટકા ઉચળીને 68789 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.


વૈશ્વિક બજારમાં ગોલ્ડના હાજરમાં ભાવ સપાટ રહ્યા હતા. ડોલર મજબૂત થવાને કારણે ગોલ્ડમાં આ દબાણ જોવા મળી રહ્યું છે. હાજરમાં સોનું 1770.66 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું હતું તો સિલ્વર 25.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી. વૈશ્વિક બજારમાં ડોલનરી મજબૂતીને કારણે સોનું વધારે મોંઘું થયું છે. જોકે ભારતીય બજારમાં હાજરમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. અહીં ડીલર કિંમત પર છૂટ પણ આવી રહ્યા છે. ભારતમાં સોના પર 10.75ની ઇમ્પોર્ટ ડ્યૂટી અને 3 ટકા જીએસટી લાગે છે.


દિલ્હી ગોલ્ડ માર્કેટમાં ઘટાડો


દિલ્હી માર્કેટમાં શુક્રવારે સોનાનો ભાવ 0.5 ટકા ઘટીને 46704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતુ, જે હજુ પણ આઠ મહિનાની નીચલી સપાટી પર છે. દિલહી ગોલ્ડ માર્કેટમાં ગુરુવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ગુરુવારે ગોલ્ડના ભાવ 0.4 ટકા વધીને 47265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. ચાંદીની કિંમત પણ ઘટી હતી. ચાંદીનો ભાવ 0.24 ટકા ઘટીને 68740 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.


જ્વેલરીની માગમાં ઉછાળો


વેલ્યૂની દૃષ્ટિએ દેશમાં આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ્વેલરીની માગમાં 58 ટકાનો ઉછાળો નોંધાયો હતો. તેની સાથે જ તે 43,100 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ હતી. વિતેલા વર્ષના ક્વાર્ટરમાં આ આંકડો 27230  કરોડ રૂપિયા હતો. જ્યારે વિતેલા વર્ષે વેલ્યૂ ટ્રમમાં રોકાણની માગ જાન્યુઆરીથી માર્ચમાં આંકડો 10350 કરોડ રૂપિયા હતો, જ્યારે વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં 53 ટકાના ઉછાળા સાથે 15780 કરોડ રૂપિયા પર રહી હતી.


વર્ક ફ્રોમ હોમથી ગૂગલને જબરદસ્ત ફાયદો, એક જ વર્ષમાં બચાવ્યા 7400 કરોડ રૂપિયા