દિલ્હીઃ દેશમાં સરકારી ઓઈલ કંપનીઓઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. બે દિવસ સુધી ભાવ સ્થિર રાખ્યા બાદ આજે ફરી એક વખથ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ડીઝળની કિંમતમાં 23થી 27 પૈસાનો વધારો થયો છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં 22થી 25 પૈસાનો વધારો થયો છે.


દેશના કેટલાક મોટા શહેરમાં પેટ્રોલ ડીઝળની કિંમતની સ્થિતિ

આઈઓસીએલ અનુસાર દિલ્હી, મુંબઈ, કોલકાતા, અને ચેન્નઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત કંઈક આટલી છે.

દિલ્હીમાં ડીઝલની કિંમત 75.66 થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમત આજે 85.45એ પહોંચી ગઈ છે.

કોલકાતમાં ડીઝલની કિંમત 79.23 થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમત વધીને 86.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

મુંબઈની વાત કરીએ તો ડીઝલની કિંમત 82.40 સુધી પહોંચી ગઈ છે. જ્યારે પેટ્રોલ 92.04 સુધી પહોંચી ગઈ છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 88.07 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.90 રૂપિયાએ પહોંચી ગઈ છે.

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.