વિતેલા કેટલાક સેશન દરમિયાન પ્રોફિટ બુકિંગને કારણે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ઘરેલુ માર્કેટમાં સોમવારે બન્નેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં જો બાઇડેન પ્રશાસનની સાથે જ રિપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદોએ અર્થવ્યવસ્થા માટે 1.9 ટ્રિલયન ડોલરના રાહદ પેકેજ પર ચર્ચા કરી. તેનાથી વૈશ્વિક બજારમાં સોનાના કિંમતમાં વધારો નોંધાયો છે. મોંઘવારી સામે હેજિંગ તરીકે રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે કિંમત વધે છે.


એમસીએક્સ પર સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો

સોમવારે એમસીએક્સમાં સોનું 0.05 ટકા ઘટીને 49116 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદી 0.39 ટકા ઘટીને 66900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. શુક્રવારે દિલ્હીમાં સોનું 263 રૂપિયા ઘટીને 46861 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદીની કિંમત 806 રૂપિયા ઘટીને 66032 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. અમદાવાદમાં સોમવારે હાજરમાં સોનું 48290 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે સોનું ફ્યૂચર 49095 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું.

વૈશ્વિક બજારમાં સોનામાં તેજી

વૈશ્વિક બજારમાં સોનું 0.3 ટકા વધીને 1858.57 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું જ્યારે યૂએસ ગોલ્ડમાં થોડો ફેરફાર જોવા મળ્યો અને તે 1856.60 ડોલર પ્રતિ ઔંસ પર વેચાયું. ચાઈનીઝ ન્યૂ યરની ખીદીને કારણે ફિઝિટક ગોલ્ડની માગ વધી છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનાં હોલ્ડિંગમાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 1173.25 ટન પર પહોંચ્યું છે. સિલ્વરની કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે અને તે 0.9 ટકા વધીને 25.61 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું. પ્લેટિનમ 0.6 ટકા વધીને 1105.06 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું. જ્યારે પ્લેડિયમ 0.1 ટકા વધીને 2355.83 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું.