અમેરિકાના સ્ટિમ્યુલસ પેકેજથી વૈશ્વિક બજારમાં સોનામાં ઉછાળો
આ પહેલા અમેરિકાની સંસદે સ્ટિમ્યુલસ પેકેજને મંજૂરી આપી હતી. આ કારણે સોનું 0.1 ટકા વધીને 1875.61 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. રોકાણકારોને તેને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. તેનાથી વોલ સ્ટ્રીટ અને એશિયન સ્કોટ માર્કેટમાં પણ શાનદાર તેજી જોવા મળી હતી. બીજી બાજુ સોમવારે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનાની કિંમત 49740 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી હતી. જોકે, આ વિતેલા સપ્તાહની સરેરાશથી 48904 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી નીચે રહી છે. 28 ડિસેમ્બરે ગોલ્ડ ફ્યૂચર 0.19 ટકા વધીને 50858 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયા. આ પહેલાના સેશનમાં ગોલ્ડ 1.29 ટકા વધીને 96.63 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધ્યું હતું.
ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ વધ્યું
બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ આધારિત ઈટીએફનું હોલ્ડિંગ 0.2 ટકા વધીને 1169.86 ટન પર પહોંચી ગયું છે. ઘરેલુ માર્કેટમાં ગોલ્ડની કિંમત ઘટી છે પરંતુ હાલમાં આ વર્ષે 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. આ વર્ષે ઓગસ્ટમાં ગોલ્ડ 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું.