અમેરિકન અર્થવ્યવસ્થામાં મજબૂતી અને ફેડરલ રિઝર્વની નીતિઓને કારણે રોકાણકારો હવે વધારે જોખમી એવા સ્ટોક માર્કેટ તરફ વળ્યા છે. તેનાથી સોનાની માગ ઘટી છે અને કિંમતમાં ઘટાડો આવ્યો છે. વૈશ્વિક બજારમાં કિંમત ઘટવાની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી રહી છે.
એમસીએક્સમાં ઘટી સોના અને Silverની કિંમત
એમસીએક્સમાં ગુરુવારે Gold 0.07 ટકા ઘટીને 46330 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે Silverની કિંમતમાં 0.31 ટકાનો ઘટાડા સાથે 66429 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. જ્યારે બુધવારે દિલ્હી માર્કેટમાં Gold 587 રૂપિયા વધીને 45768 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. રૂપિયામાં ઘટાડાને કારણે તેની કિંમત વધી છે. જ્યારે Silverમાં 682 રૂપિયાનો વધારો થયો અને તે 65468 રૂપિયા પર પહોંચી ગઈ. અમદાવાદમાં Gold બજારમાં Gold હાજરમાં 45829 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. Gold ફ્યૂચર 46327 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
ગ્લોબલ માર્કેટમાં પણ સોનાની ચમક ફીકી
ગ્લોબલ માર્કેટમાં Gold 0.03 ટકા ઘટીને 1736.76 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. ત્યારે વિશ્વની સૌથી મોટા Gold ઈટીએફ એસપીડીઆર Gold ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.35 ટકા ઘટીને 1028.69 ટન પર આવી ગયું. Silverમાં પણ 0.3 ટકાનો ઘટાડો આવ્ય અને તે ઘટીને 25.03 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ. અમેરિકન અર્થવ્યવસ્થામાં મજબૂતીને કારણે આવનારા દિવસોમાં સોનામાં ઘટાડો જોવા મળી શકે છે. તેનાથી વર્લ્ડ માર્કેટમાં પણ તેની કિંમત ઘટશે. પરંતુ તેની અસર ભારતની Gold માર્કેટમાં વધારે જોવા નહીં મળે કારણ અહીં લગ્નની સીઝનને કારણે માગ વધી શકે છે.
ફ્લિપકાર્ટ લાવશે 73,000 કરોડ રૂપિયાનો IPO, જાણો ક્યારે લોન્ચ થશે....
Airtel અને Jio વચ્ચે નવી નવી દોસ્તી, જાણો બન્ને વચ્ચે શું થઈ ડીલ