સોનામાં સતત ઘટાડાથી રોકાણકારોની વચ્ચે આ મુદ્દે ફરી ચર્ચાનો વિષય બની ગયો છે કે શું હવે તેને વેચીને નફો લઈ લેવાય કે પછી હજુ વધારે ખરીદી કરવી જોઈએ. શું સોનાના ભાવ હજુ ઘટી શકે છે કે પછી તેમાં ઉછાળો આવી શકે છે. સોનાના ભાવને લઈને ઉહાપોહની વચ્ચે છેલ્લા છ મહિનામાં 10 ગ્રામ સોનાના ભાવમાં 11000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એવામાં રોકાણકારો માટે સોનામાં ફરીથી ખરીદી કરવા માટે આ યોગ્ય સમય હોઈ શકે છે.


ઉચ્ચ સપાટીથી નીચે આવ્યું સોનું છતાં રોકાણ ફાયદાકારક

ઓગસ્ટ, 2020માં સોનું પોતાની સર્વોચ્ચ સપાટીથી એટલે કે 56200 રૂપિયાને પાર કરી ગયું હતું. પરંતુ બુધવારે આ ભાવ ઘટીને 46120 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયા છે. આ રીતે અત્યાર સુધી સોનામાં 10098 રૂપિયાનો ઘટાડો આવ્યો છે વૈશ્વિક બજારમાં ઘટાડો અને બજેટમાં સોના અને ચાંદીમાં ડ્યૂટી ઘટાડાવાથી કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સવાલ એ છે કે શું સોનામાં રોકાણ કર્યું હોય તો તેને જાળવી રાખવું જોઈએ કે પછી વેચીને નીકળી જવુ જોઈએ.

સોનું વેચાવમાં ઉતાવળ ન કરવી, આગળ વધારે વળતરની આશા

દેશમાં સોનાની કિંમત પર વૈશ્વિક બજાર કરતાં ઘરેલુ બજારની વધારે અસર પડી રહી છે. વૈશ્વિક સ્તરે રેટમાં વધારે ઘટાડો નોંધાયો નથી. પરંતુ ભારતમાં સોનામાં મોટો ઘટાડો નોંધાયો છે. જેના કારણે સોનાની માગ વધી છે. તેની અસર એ છે કે ભલે સોનાના ભાવ ઉચ્ચ સપાટથી ઘણાં નીચે આવી ગયા હોય પરંતુ હવે તેમાં વધારે ઘટાડાની કોઈ સંભાવના દેખાતી નથી.

દેશમાં સોનાની માગમાં આવનારા દિવસોમાં ઉછાળો આવી શકે છે માટે હાલમાં સોનું વેચવું ન જોઈએ. યાદ રાખો સોનામાં રોકાણ લાંબા ગાળે જ ફાયદાકારક સાબિત થાય છે. આ લિક્વિડ રોકાણ છે અને ઇમરજન્સી માટે તે સૌથી સારું રોકાણ ગણાય છે. રોકાણના સૂવર્ણ નિયમોમાં સોનામાં સતત ખરીદી સામેલ છે. માટે સોનાને લઈને ગોલ્ડન રૂલ્સને અવગણવા ન જોઈે. ગોલ્ડમાં થોડું થોડું રોકાણ જરૂર કરવું જોઈએ.