Gold Silver Price Today: ગુરુવારે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. ગુરુવારે વાયદાના વેપારમાં સોનાનો ભાવ રૂ. 166 ઘટીને રૂ. 58,515 પ્રતિ 10 ગ્રામ થયો હતો.  જ્યારે ચાંદીની કિંમત 222 રૂપિયા વધીને 69,944 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.


વિશ્લેષકોએ સોનાના ભાવમાં ઘટાડાનું કારણ સહભાગીઓ દ્વારા પોઝિશન ઓફલોડિંગને બતાવ્યું છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.12 ટકા ઘટીને US$1,926 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.                                   


આજે સોનાના ભાવ શું છે?


આજે વાયદાના વેપારમાં સોનાનો ભાવ રૂ. 166 ઘટીને રૂ.58,515 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ઓક્ટોબર ડિલિવરી થનાર  સોનાની કિંમત  166  રૂપિયા કે 0.28 પ્રતિશતના ઘટાડા સાથે રૂ. 58,515 પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ.  જેમાં 13,537નો લોટનો કારોબાર થયો.                                                          


આજે ચાંદીના ભાવ શું છે?


આજે ચાંદીની કિંમત 222 રૂપિયા વધીને 69,944 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયોઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સપ્ટેમ્બરમાં ડિલિવરી માટેનો ચાંદીની  16,779 લોટમાં રૂ. 222 અથવા 0.32 ટકા વધીને રૂ. 69,944 પ્રતિ કિલોગ્રામ થયો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે હકારાત્મક સ્થાનિક વલણ પર સહભાગીઓ દ્વારા બનાવવામાં આવેલી નવી સ્થિતિને આભારી છે. વૈશ્વિક સ્તરે, ન્યુયોર્કમાં ચાંદી 0.70 ટકા વધીને 23.02 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.


શું છે આપના શહેરમાં કિંમત                           


દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં સોનાનો ભાવ


દિલ્હી: 24 કેરેટ રૂ 59,170; 22 કેરેટ રૂ 54,250


મુંબઈ: 24 કેરેટ રૂ 59,020; 22 કેરેટ રૂ 54,100


ચેન્નાઈ: 24 કેરેટ રૂ 59,520; 22 કેરેટ રૂ 54,560


કોલકાતા: 24 કેરેટ રૂ 59,020; 22 કેરેટ રૂ 54,100


અન્ય શહેરોમાં સોનાના ભાવ


બેંગલુરુ: 24 કેરેટ રૂ 59,020; 22 કેરેટ રૂ 54,100


અમદાવાદ: 24 કેરેટ રૂ. 59,070; 22 કેરેટ રૂ 54,150


જયપુર: 24 કેરેટ રૂ 59,170; 22 કેરેટ રૂ 54,250


લખનૌ: 24 કેરેટ રૂ 59,170; 22 કેરેટ રૂ 54,250


પટના: 24 કેરેટ રૂ 59,070; 22 કેરેટ રૂ 54,150


પુણે: 24 કેરેટ રૂ 59,020; 22 કેરેટ રૂ 54,100