દિવાળી, ધનતેર, ઓણમ જેવા તહેવાર પર ભારતમાં સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે પરંતુ રોકાણની દ્રષ્ટિએ પણ આ શાનદાર પ્રદર્શન આપતી એસેટ્સ છે. સોનાએ કોઈપણ પરિસ્થિતિમાં પોતાના રોકાણકારોને નિરાશન નથી કર્યા. એક અંદાજ અનુસાર છેલ્લા દસ વર્ષમાં સોના પર વાર્ષિક 10.7 ટકા અને 15 વર્ષમાં વાર્ષિક 11.9 ટકા વળતર મળ્યું છે.


5 વર્ષમાં 34 ટકા વધી સોનાની કિંમત

વિતેલા કેટલાક વર્ષથી સોનાની કિંમતમાં વધારો આવ્યો છે પરંતુ વળતરની દૃષ્ટિએ તેની ચમક પણ વધી છે. જે લોકોએ 30થી 35 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનું ખરીદ્યું હતું તેમને હવે 50થી 52 હજાર રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. વિતેલા કેટલાક સમયમાં વથર એટલું જોરદાર મળ્યું છે કે આટલું વળતર કોઈ અન્ય એસેટ્સ ક્લાસમાં નથી મળ્યું. ભારતમાં હાલમાં જ્વેલરીની માગ થોડી ઘટી છે પરંતુ એ કામચલાઉ ટ્રેન્ડ છે. બીજી બાજુ ગોલ્ડ ઈટીએફની માગ વધી છે. સરકારના ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન પણ વધ્યું છે અને સિક્કા અને ગોલ્ડ બારના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સોનાની કિંમતમાં 34 ટકાનો ઉછાળો આવ્યો છે. એવામાં સોનામાં રોકાણ કરવાની કોણ ના પાડી શકે.

ફિઝિકલ ગોલ્ડ ખરીદવું પણ ઘણું ફાયદાકારક

ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનું પણ ફાયદાકારક છે. તહેવાર અને અન્ય શુભ અવસરો પર ખરીદવામાં આવેલ સોનું તરત જ વેચીને રૂપિયા મેળવી શકાય છે અને એ રીતે પણ ફાયદાકારક રોકાણ છે. ગોલ્ડમાં રોકાણ લિક્વિડિટી પ્રમાણે સૌથી સારું રોકાણ માનવામાં આવે છે. તેને ગમે ત્યારે વેચીને રોકણ મેળવી શકાય ચે. કોમોડિટી માર્કેટના વિશ્લેષકોનું માનવું છે કે, સોનાની કિંમતમાં હજુ પણ ઉછાળો આવશે. અમેરિકાના રાહત પેકેજ બાદ ડોલરમાં મજબૂતી આવશે. તેનાથી અન્ય કરન્સી હોલ્ડર માટે સોનું મોઘું થઈ જશે. વૈશ્વિક બજારના ટ્રેન્ડની અસર ભારત પર પણ પડશે અને અહીં પણ સોનું મોંઘુ થશે. એવામાં જો સોનામાં રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.