નવી દિલ્હીઃ સોનાની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે ફ્યૂચર માર્કેટમાં સોનું 430 રૂપિયા ઘટીને 49,050 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. ત્યારે કોરોના રસીના મોર્ચે સારા સમાચાર અને અમેરિકાની અર્થવ્યવસ્થામાં રાહત પેકેજની આશાએ વૈશ્વિક બજારમાં પણ તેની કિંમત ઘટી છે. જે લોકો સોનું રોકાણની દ્રષ્ટિ ખરીદવા માગે છે શું તેમના માટે આ યોગ્ય સમય છે?


સોનાની કિંમતમાં ઘટાડાની શક્યતા, થોડી રાહ જુઓ

સામાન્ય રોકાણકારોને સોનાનમાં રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ લાગે છે પંરતુ નિષ્ણાંતોનું કહેવું છે કે, તેમણે થોડી રાહ જોવી જોઈએ. કોરોના વાયરસની રસીની સફળતાના જે રીતે સમાચાર આવી રહ્યા છે અને વૈશ્વિક બજારમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે તેનાથી આવનારા સમયમાં સોનાની કિંમતમાં ઘટાડો આવી શકે છે.

ઘટતી કિંમતે સોનામાં ખરીદી ફાયદાકારક

સોનું આ વર્ષે ઓગસ્ટમાં 56 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામથી પણ ઉપર પહોંચી ગયું હતુ. પરંતુ હવે તે 49,050 રૂપિયા પર પહોંચી ગયું છે. વિતેલા બે સપ્તાહમાં ગોલ્ડની કિંમતમાં 1400 રૂપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો છે માટે સોનાની કિંમતમાં હજુ પણ ઘટાડાની શક્યતા નકારી ન શકાય. માટે ઘટતી કિંમત પર સોનું ખરીદવું ફાયદારક સાબિત થઈ શેક છે.