નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત 5માં દિવસે વધારો નોંધાયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 5થી 6 પૈસાનો વધારો થયો છો તે ડીઝળની કિંમતમાં 16થી 17 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 6 પૈસા મોંઘું થયું છે તો ડીઝલ 16 પૈસા મોંઘું થયું છે. તમને જણાવીએ કે, આ પહેલા 2 સપ્ટેમ્બરે કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.


જાણો મહાનગરોમાં શું છે કિંમત

મુંબઈમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ 6 પૈસા વધીને 88.29 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો ડીઝલની કિંમત 17 પૈસા વધીને 77.90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

ચેન્નઈમાં પેટ્રોલ 5 પૈસા વધીને 84.64 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો ડીઝલની કિંમત 16 પૈસા વધીને 76.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

કોલકાતામાં પેટ્રોલ 5 પૈસા વધીને 88.29 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો ડીઝલની કિંમત 17 પૈસા વધીને 77.90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

બેંગલુરુમાં પેટ્રોલ 6 પૈસા વધીને 84.31 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો ડીઝલની કિંમત 17 પૈસા વધીને 75.70 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.