અમેરિકા દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈકમાં ઈરાનના સૌથી તાકતવર જનરલ કાસિમ સુલેમાનીને મોતનો ઘાટ ઉતાર્યો હતો. જેના કારણે એકવાર ફરી વૈશ્વિક પરિસ્થિતિઓ બદલાતી જોવા મળી રહી છે. આ કાર્યવાહીની અસર વૈશ્વિક બજારો પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે બુલિયન માર્કેટમાં પણ કિંમતી ધાતુના ભાવમાં જંગી ઉછાળો જોવા મળ્યો હતો.

વાયદા કારોબારમાં ચાંદી 755 રૂપિયા વધીને 47,777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે જ્યારે સોનું 589 રૂપિયાના વધારા સાથે 39,866 રૂપિયા પ્રતિ ડોલરે પહોંચ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક બજારોમાં સોનાના ભાવોમાં લગભગ 1 ટકાનો વધારો થતા ઔંસ દીઠ 1,543.66 ડોલર પર પહોંચી ગયું છે. ત્યારે ઘરઆંગણે પણ સોના અને ચાંદીના ભાવોમાં અનુમાને 800 રૂપિયાની તેજી જોવા મળી હતી.

નોંધનીય છે કે, ગુરૂવારે મોડી રાતે અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની બગદાદમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેમાં ઈરાની સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીનું મોત નીપજ્યું હતું.