Gold Price: ડૉલર ઇન્ડેક્સ 20 વર્ષની ટોચે પહોંચવા સાથે સોનાના ભાવમાં સતત ચોથા સપ્તાહે ઘટાડો જારી રહ્યો છે. શુક્રવારે MCX પર સોનાનો ભાવ 49,909 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આખા સપ્તાહમાં સોનાના ભાવમાં 2.86 ટકાની નજીકનું નુકસાન થયું છે.
કેમ સોનાના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો
નિષ્ણાતો કહે છે કે વ્યાજ દરો પર કેન્દ્રીય બેંકોનું કડક વલણ અને રશિયા-યુક્રેન યુદ્ધ અંગેની ચિંતાઓ વૈશ્વિક આર્થિક વિકાસને અવરોધે છે. સોનામાં રોકાણ કરનારાઓને થોડો સમય રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતો સ્પોટ માર્કેટમાં $1780 અને MCX પર 48,800ના સ્તરે સોનું ખરીદવાની સલાહ આપે છે.
સોનામાં રોકાણનો શ્રેષ્ઠ સમય છે કે નહીં
એક્સપર્ટના કહેવા મુજબ વૈશ્વિક ઉથલ પાથલના કારણે હાલ સોનામાં રોકાણ કરવા થોડી રાહ જોવી જોઈએ. સ્થિરતા આવ્યા બાદ રોકાણ કરવું જોઈએ.
બેંકમાંથી કેશ ઉપાડવા-જમા કરાવવાના બદલાશે નિયમ! 26 મેથી લાગુ થશે નવા નિયમ, જાણો વિગત
બેંક ગ્રાહકો માટે કામના સમાચાર છે. સરકારે મોટી રકમના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે નિયમ બદલ્યા છે. સરકારે એક નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવા કે ઉપાડવાની સાથે ચાલુ ખાતું ખોલવા માટે આધાર કે પાન કાર્ડ ફરજિયાત કર્યુ છે. સીબીડીટીએ એક નોટિફિકેશનમાં કહ્યું કે, નાણાકીય વર્ષમાં બેંકમાંથી મોટી રકમની લેણદેણ માટે પાન નંબરની જાણકારી આપવી કે આધારની બાયોમેટ્રિક પુષ્ટિ કરવી ફરજિયાત હશે. આ ઉપરાંત કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં ચાલુ ખાતુ કે કેશ ક્રેડિટ ખાતું ખોલાવવા માટે પણ આ ફરજિયાત હશે.સીબીડીટીએ ઈન્કમ ટેક્સ રૂલ્સ, 2022 અંતર્ગત નવો નિયમ તૈયાર કર્યો છે. આ નોટિફિકેશન 10 મે 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રાહકો પર આ નવો નિયમ 26 મેથી લાગુ થશે. આ નવા પગલાથી નાણાકીય ટ્રાન્ઝેક્શનમાં વધારે પારદર્શકતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.