નવી દિલ્હી: સોનાના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટાડો આવી રહ્યો છે. ઓગષ્ટમાં સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું પરંતુ સોનું તેની ટોચ પરથી હાલ આશરે 7000 રૂપિયા ગબડી ચુક્યું છે. સોના ઘટી રહેલા ભાવને લઈને અમેરિકાની એક બેંક જેપી મોર્ગને તેના પાછળનું કારણ જણાવ્યું છે.


જેપી મોર્ગન બેંક ના મતે સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળનું મુખ્ય કારણ મેનસ્ટ્રીમ ફાઈનાન્સમાં ક્રિપ્ટોકરંસીઝ માં થઈ રહેલો વધારો છે. બેંકના ક્વાંટિટેટિવ સ્ટ્રેટજિસ્ટ્સનું કહેવું છે કે, ઓક્ટોબરથી બિટકોઈન ફંડ્સમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું છે જેના કારણે રોકાણકારોએ સોનાથી અંતર જાળવ્યું છે. રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં વધારે રોકાણ કરતા હોય તેવો ટ્રેન્ડ હાલ ઉભરી રહ્યો છે. આવનાર લાંબો સમય પણ આ ટ્રેન્ડ યથાવત રહે તેવી શક્યતા છે. કારણ કે મોટા ભાગના ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્તર્સ ક્રિપ્ટોકરંસીઝ તરફ આકર્ષાઈ રહ્યાં છે. બેંકના સ્ટ્રેટજિસ્ટ્સનું કહેવું છે કે હાલ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે બિટકોઇનમાં રોકાણની શરૂઆત કરી છે.

સિક્યોરિટી ફર્મ ધ ગ્રેસ્કેલ બિટકોઇન ટ્રસ્ટ મુજબ, ઓક્ટોબરથી બિટકોઇનમાં આશરે 2 અબજ ડોલરનું રોકાણ થયું છે જ્યારે ગોલ્ડ એક્સચેન્જ ફંડ્સમાં 7 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા છે. જેપી મોર્ગન મુજબ, ફેમિલી ઓફિસ એસેટ્સમમાં બિટકોઇનનો હિસ્સો માત્ર 0.18 ટકા છે જ્યારે ગોલ્ડ ઈટીએફનો હિસ્સો 3.3 ટકા છે.

જેપી મોર્ગનનું કહેવું છે કે, જો રોકાણકારો સોનાથી દૂર રહેશે અને ક્રિપ્ટોકરંસીનું વલણ અપવાનશે તો મૂલ્યવાન ધાતુ માર્કેટ્સ માટે ચિંતાની વાત છે. જો રોકાણકારો સોનાથી બિટકોઇન તરફ વળશે તો અબજો ડોલરની કેશ ટ્રાન્સફર થશે. બિટકોઅનની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી છ ટકા ઘટી છે. . બિટકોઈનની કિંગત ગત સપ્તાહે 19.462.14 ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ત્યાર બાદ તેમાં 6 ટકાનો ઘટાડો પણ આવ્યો છે.