Gold-Silver Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના દરમાં ઘટાડાની અસર દેશમાં પણ જોવા મળી હતી. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર સોનાનો દર 0.18 ટકા ઘટીને 47,499 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. તે જ સમયે ચાંદીના દરમાં પણ 0.21 ટકાનો ઘટાડો થયો હતો અને તે 62,792 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી.


આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આજે હાજર સોનાના ભાવમાં 0.2 ટકાનો થોડો ઘટાડો થયો છે. હાજર સોનું 1,801.78 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. બીજી બાજુ યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં આજે બહુ ફેરફાર થયો ન હતો અને તે $ 1,804.90 પ્રતિ ઔંસ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો.


આજે દેશના વિવિધ શહેરોમાં સોનાનો ભાવ



  • ચેન્નઈ: 22 કેરેટ સોનાની કિંમત 44,620 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.

  • મુંબઈ: 22 કેરેટ સોનાની કિંમત 46,270 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.

  • દિલ્હી: 22 કેરેટ સોનાની કિંમત 46,410 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.

  • કોલકાતા: 22 કેરેટ સોનાની કિંમત 46,710 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.

  • બેંગલુરુ: 22 કેરેટ સોનાની કિંમત 44,260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.

  • હૈદરાબાદ: 22 કેરેટ સોનાની કિંમત 44,260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.

  • પુણે: 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 45,460 રૂપિયા નોંધાયો હતો.

  • અમદાવાદ: 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 46,790 નોંધાયો હતો.


મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ


નોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.