ભારતમાં સોમવારે સનાના ભાવમાં 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સામાન્ય છાળો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત એક દિવસ પહેલા 10 રૂપિયા વધીને 46310 રૂપિયા રહી હતી. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓગસ્ટ સોનાનો વાયદો 10-40 કલાકે 0.05% વધીને 47311 રૂપિયા પર કારોબાર કરી રહ્યુ હતું, જ્યારે આગળા દિવસનો બંધ ભાવ 47285 રૂપિયા હતો. જ્યારે ચાંદીનો સપ્ટેમ્બર વાયદાનો ભાવ 0.43% વધીને 70490 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો, જ્યારે વિતેલો બંધ ભાવ 70188 રૂપિયા હતા.


મજબૂત અમેરિકન જોબ ડેટા અને નબળા ડોલરની વચ્ચે વિદેશી બજારનાં સંકેતો બાદ આજે ભારતમાં સોનાની કિંમતમાં થોજી તેજી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, અલગ અલગ ટેક્સને કારણે સોનાના ભાવ એક રાજ્યથી બીજા રાજ્ય અને શહેરમાં બદલતા રહે છે.


દિલ્હી સહિત રાજ્યોમાં સોનાની કિંમત


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 46360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24-કેરેટ સોનાની કિંમત 50460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 46310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 47310 રૂપિયા છે.


જ્યારે કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 46910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત 44310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 48340 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 44860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 48940 રૂપિયા છે.


કેરળમાં 22 કેરેટ સોનાનો ભાવ 44310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48340 રૂપિયા છે.


પુણેમાં 22 કેરેટ સોનાનો ભાવ 46310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 47310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


ઉત્તર પ્રદેશના લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ 46460 રૂપિયા પ્રતિ 10 ગ્રા અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50460 છે.


બીજી બાજુ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. હાજર સોનું 0.1 ટકા ઘટાડા સાથે 1785.41 ડોલર પ્રતિ ઔંસ અને અમેરિકન સોનું વાયદો 0.1 ટકાની તેજી સાથે 1785.20 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે.