Gold Price Today: ઘણા દિવસોથી સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે હવે તેની કિંમત ફરી 50,000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આજે પણ સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદી બંનેની કિંમતો ઝડપથી વધી રહી છે.


આજે MCX પર સોનાની કિંમત શું છે


વાયદા બજારમાં આજે સોનાના ભાવ રૂ.400થી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો એપ્રિલ વાયદો 49500ની સપાટી વટાવી ગયો છે. આજે સવારે એમસીએક્સ પર સોનું 402 રૂપિયા અથવા 0.82 ટકા પ્રતિ 10 ગ્રામના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. સોનું 49,516 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.


ચાંદીમાં પણ જોવા મળી ચકમ


આજે ચાંદીમાં 1.14 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સિલ્વર માર્ચ ફ્યુચર રૂ. 715 પ્રતિ કિલોના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદીનો માર્ચ વાયદો રૂ. 63,703 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


જાણો વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ


કોમેક્સ પર સોના (Gold Prcie) ની કિંમત $1.15 અથવા 0.66 ટકાના ઉછાળા સાથે $1,854.25 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. આ સિવાય ચાંદી (Silver Price) માં પણ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. કોમેક્સ પર 1 ટકાના વધારા સાથે ચાંદી 23.602 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.


ડૉલરના ઘટાડાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે


આ સમયે ડોલરના મૂલ્યમાં તુલનાત્મક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય વૈશ્વિક અસ્થિરતાને જોતા આ સમયે સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો વધી રહી છે.