Gold Price today : સોનાની કિંમતમાં મંગળવારે બજાર ખુલતા જ તેજી જોવા મળી. સોનું 16 માર્જના રોજ સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 50 રૂપિયાની તેજી સાથે 44950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. જ્યારે ચાંદી 134 રૂપિયાના ઘટાડા સાથે 67535 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.
સોમવારે દિલ્હીમાં સોનાની કિંમત 61 રૂપિયા વધીને 44364 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી હતી. તેના પહેલાના દિવસે સોનાની કિંમત 44303 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહી હીત. સોનાની જેમ જ ચાંદીમાં પણ 162 રૂપિયા વધીને 66338 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે, ડોલરની સામે રૂપિયા મજબૂત થવાની સોમવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 61 રૂપિયા વધ્યા હતા. સોમવારે ડોલરની સામે ભારીતય રૂપિયો 33 પૈસા મજબૂત થઈને 72.46 રૂપિયા પર ટ્રેડ થયો હતો.
બજારના જાણકારોના મતે, સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં અત્યારે સોનું ખરીદવું જોખમી છે. અત્યારે ભાવ કઈ તરફ જશે એ નક્કી નથી એ જોતાં ખરીદી કરવી હિતાવહ નથી. કેટલાંક સૂત્રોના મતે., સોનાના ભાવમાં હજુ ઘટાડો આવશે અને ભાવ ઉતરીને 42 હજાર રૂપિયાની આસપાસ આવી જશે. આમ તો આગામી સમયમાં લગ્નની સીઝન છે પણ કોરાનાના કેસો વધતાં નિયંત્રણો મૂકાઈ રહ્યાં છે તેથી લગ્નની સીઝનમાં એવી જોરદાર ખરીદી નિકળવાની આશા નથી. આ કારણે હજુ પણ ભાવોમાં ઘટાડો થવાની શક્યતા છે.
બીજી તરફ એવો મત પણ છે કે, ભાવ નીચા આવી ગયા હોવાથી હવે રોકાણકારો સોનું ખરીદવા પડાપડી કરશે તેથી અત્યારે સોનું ખરીદવું જોઈએ. જો કે મધ્યમ વર્ગીય લોકો માટે આ સમય જોખમી છે તેથી ખરીદીથી દૂર રહેવામાં હિત છે એવું નિષ્ણાતો માને છે.
સોનાની કિંમતમાં ઉચ્ચ સપાટીથી લગભગ 12000 રૂપિયા જેટોલ ઘટાડો થયો છે જ્યારે ચાંદી 11 હજાર રૂપિયા જેટલી તૂટી છે. જો માત્ર આ વર્ષની વાત કરીએ તો સોનામાં 6000 રૂપિયાનો કડાકો બોલી ગયો છે.