બજારના જાણકારોના મતે, સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં અત્યારે સોનું ખરીદવું જોખમી છે. અત્યારે ભાવ કઈ તરફ જશે એ નક્કી નથી એ જોતાં ખરીદી કરવી હિતાવહ નથી. કેટલાંક સૂત્રોના મતે., સોનાના ભાવમાં હજુ ઘટાડો આવશે અને ભાવ ઉતરીને 42 હજાર રૂપિયાની આસપાસ આવી જશે. આમ તો આગામી સમયમાં લગ્નની સીઝન છે પણ કોરાનાના કેસો વધતાં નિયંત્રણો મૂકાઈ રહ્યાં છે તેથી લગ્નની સીઝનમાં એવી જોરદાર ખરીદી નિકળવાની આશા નથી. આ કારણે હજુ પણ ભાવોમાં ઘટાડો થવાની શક્યતા છે.
બીજી તરફ એવો મત પણ છે કે, ભાવ નીચા આવી ગયા હોવાથી હવે રોકાણકારો સોનું ખરીદવા પડાપડી કરશે તેથી અત્યારે સોનું ખરીદવું જોઈએ. જો કે મધ્યમ વર્ગીય લોકો માટે આ સમય જોખમી છે તેથી ખરીદીથી દૂર રહેવામાં હિત છે એવું નિષ્ણાતો માને છે.
સોનાની કિંમતમાં ઉચ્ચ સપાટીથી લગભગ 12000 રૂપિયા જેટોલ ઘટાડો થયો છે જ્યારે ચાંદી 11 હજાર રૂપિયા જેટલી તૂટી છે. જો માત્ર આ વર્ષની વાત કરીએ તો સોનામાં 6000 રૂપિયાનો કડાકો બોલી ગયો છે.
24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો સોમવારે રાજધાની દિલ્હીમાં 10 ગ્રામની કિંમત 48180 રૂપિયા છે. ઉપરાંત ચેન્નઈમાં 46170 રૂપિયા, મુંબઈમાં 44880 રૂપિયા અને કોલકાતામાં 46950 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
વૈશ્વિક બજારમાં સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનું 0.14 ટકાની તેજી સાથે 1227.22 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.09 ટકાની તેજી સાથે 26.02 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડ થઈ રહી છે.
ભારતમાં લગ્ન સીઝને કારણે સોના ચાંદીની ખરીદી નીકળતા હવે ભાવ વધારે તૂટે તેવી શક્યતા નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે, 2021માં સોનાની કિંમતમાં ઉછાળો આવશે. અંદાજ છે કે સોનાની કિંમત આ વર્ષે 63000 રૂપિયાની સપાટીએ પહોંચી જશે. જો આમ થાય તો રોકાણકારોને તગડું વળતર મળી શકે છે.