ભારતમાં સોનાની કિંમતમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભારતીય ગોલ્ડ માર્કેટમાં સોના-ચાંદીની કિંમતમાં વિતેલા એક સપ્તાહથી ઉછાળો હતો પરતું આ સપ્તાહના પ્રથમ દિવસે જ સોના ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 48076 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે ચાંદી 0.4 ટકા એટલે કે 274 રૂપિયાના ઘટાડા સાથે 68045 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. નોંધનીય છે કે, વિતેલા સેશનમાં સોનાની કિંમતમાં 400 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો.
ભારતના મુખ્ય શહેરોમાં આજે સોનાની આટલી છે કિંમત
- મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 47,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24-કેરેટ સોનાનો ભાવ 48,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 51,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 47,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 44,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- હૈદ્રાબાદામાં 22 કેરેટ સોનાનો ભાવ 44,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- કેરળમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 44,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- પુણેમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 51,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
વૈશ્વિક બજારમાં સોનું સપાટ
બીજી બાજુ આંતરરાષ્ટ્રિય બજારમાં સોનાનો ભાવ આજે સપાટ રહ્યો છે. શુક્રવારે અંદાજે 1 ટકાનો ઘટાડો નોંધાયા બાદ આજે હાજરમાં સોનું 1813.33 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યું. જ્યારે ચાંદી 0.6 ટકા ઘટીને 25.50 ડોલર પ્રતિ ઔંસ પર રહી. બીજી બાજુ રૂપિયાની સામે ડોલર મહિનાની ઉચ્ચ સપાટી પર પહોંચી ગયો છે.