Gold-Silver Rate today: કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. હાલમાં સોનું (Gold price) 44701 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી (Silver price) 63256 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. જોવા જઈએ તો સોનું ઓલટાઈમ હાઈથી અંદાડે 11500 રૂપિયા સસ્તું થુયં છે. ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટી (Gold price all time high)એ પહોંચી ગયું હતું.
હાલમાં સોનું 44701 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે. જ્યારે ઓગસ્ટમાં સોનાએ 2010 ડોલર પ્રતિ ઔંસની ઉચ્ચ સપાટી સુધી ગયું હતું જેમાં અત્યાર સુધીમાં 15 ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાલમાં સોનામાં હજુ આગળ ઘટાડો જોવા મળશે. કહેવાય છે કે વૈશ્વિક બજારમાં સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે, ત્યાર બાદ તેમાં સ્થિરતા જોવા મળશે. એટલે કે આ પ્રમાણે ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો 38800 રૂપિયા પ્રતિ 10 ગ્રમામની સપાટી સુધી પહોંચી શેક છે. સોનું જોકે કેટલાક એવા સંકેત પણ મળી રહ્યા છે જેમાં સોનાની કિંમત વધી પણ શકે છે.
કોરોના વાયરસના કેસ ફરી એક વખત વધી રહ્યા છે. ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ભારતે રસીની નિકાસ પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો છે. કોરોનાના વધતા કેસની વચ્ચે ફરીથી લોકો સુરક્ષિત રોકાણ તરફ ભાગતા જોવા મળે અને ફરીથી સોનામાં રોકાણ કરે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં આ જ કારણે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટી પર આવી ગયું હતું. જો ફરીથી લોકો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે તો તેની કિંમત વધી શકે છે, સાથે જ સ્ટોક માર્કેટમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.
સોનાએ વિતેલા વર્ષે 28 ટકા વળતર આપ્યું હતું. એ પહેલાના વર્ષે પણ સોનાએ 25 ટકાનું વળતર આપ્યું હતું. જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવાનું વિચારો છો તો હજુ પણ સોનું રોકાણ માટે સારો વિકલ્પ છે અને તેમાં શાનદાર વળતર મળી શકે છે.