મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલી સ્થિતિને પગલે વિદેશી બજારો તેમ જ ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હીમાં સોનાના ભાવા 10 ગ્રામ દીઠ રૂપિયા 680 વધી 41,970 પહોંચી ગયો છે. ત્યારે ચાંદી પણ કીલો દીઠ 1,000 વધી રૂપિયા 49,500 થઈ ગઈ છે. આ સાથે સોના-ચાંદીમાં કામકાજના ચોથા દિવસે ભાવ ચમક જોવા મળી હતી.
આ સાથે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂપિયા 1,620 અને ચાંદીમાં રૂપિયા 1,850 વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 પર પહોંચ્યા છે, જે 1મી એપ્રિલ, 2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે.
અમદાવાદમાં સોનાના રૂપિયા 42,100 રહ્યા છે જે અગાઉ એટલે કે શુક્રવારે બંધ ભાવની તુલનામાં લગભગ રૂપિયા 800નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી કીલોના ભાવ રૂપિયા 49,442 રહ્યા છે. દિલ્હીમાં સોનાના ભાવ રૂપિયા 680 વધી રપિયા 41,970 થયા છે જ્યારે આઠ ગ્રામની ગિનીના ભાવ રૂા.400 વધી રૂા.31,300 થયા છે.
અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી સર્જાતા, ડોલર ઈન્ડેક્સ નબળો પડતા બુલિયન માર્કેટમાં તેજી, અમેરિકા-ચીન વચ્ચે આગામી 15 જાન્યુઆરીના ફેઝ-1 ડિલનો ઉકેલ, સેન્ટ્રલ બેન્ક, હેજફંડ, SPDR ગોલ્ડ ETFમાં વધી રહેલું હોલ્ડિંગ તેમ જ સ્થાનિક સ્તરે રૂપિયો નબળો પડતાં સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આર્થિક મોરચે ભારે મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં સોનાના 10 ગ્રામ દીઠ ભાવો 90,000 સપાટી કુદાવી દીધી છે. પાકિસ્તાના કરાચીમાં એક તોલા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 90,800 થઈ ગયા છે.
સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત
abpasmita.in
Updated at:
07 Jan 2020 09:24 AM (IST)
અમદાવાદમાં સોનાના રૂપિયા 42,100 રહ્યા છે જે અગાઉ એટલે કે શુક્રવારે બંધ ભાવની તુલનામાં લગભગ રૂપિયા 800નો વધારો જોવા મળ્યો.
આ રોકાણના ફાયદા પણ છે. તેના દ્વારા તમે ટેક્સ પણ બચાવી શકો છો. ઉપરાંત સોનાની સુરક્ષાને લઈને કોઈ ચિંતા કરવાની જરૂરત નથી રહેતી. આ સરકારી યોજના હોવાથી તેમાં શુદ્ધતાની સંપૂર્ણ ગેરેન્ટી રહે છે. જરૂત પડવા પર સોનાના બદલામાં બેંકમાંથી લોન પણ લઈ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -