નવી દિલ્હી: અઠવાડિયાના પહેલા જ દિવસે બજાર માટે મોટો નુકસાનકારક સાબિત થયો છે. બજારમાં ચારેબાજુ વેચવાલીના કારણે સેન્સેક્સ 788 પોઈન્ટ તુટી 40,676.33ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 234 પોઈન્ટ ઘટીને 11,993ના સ્તરે બંધ થયો હતો. શેરબજારમાં ઘટાડાના કારણે એક દિવસમાં રોકાણકારોને લગભગ 3 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. નોંધનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીના કારણે શેર માર્કેટમાં કડાકો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


અનિશ્ચિતતાના માહોલમાં બજારમાં ભારે ગિરાવટ જોવા મળી હતી. બજારમાં ઘટાડાથી રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. 3 જાન્યુઆરી 2020ના રોજ બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ 1,56,87,770.65 કરોડ રૂપિયા હતી. જે આજે 2,99,790.37 કરોડ રૂપિયા ઘટીને 1,53,87,980.28 કરોડ રૂપિયા રહી હતી.

દિલ્હીમાં સોનાના ભાવા 10 ગ્રામ દીઠ રૂપિયા 680 વધી 41,970 પહોંચી ગયો છે. ત્યારે ચાંદી પણ કીલો દીઠ 1,000 વધી રૂપિયા 49,500 થઈ ગઈ છે. આ સાથે સોના-ચાંદીમાં કામકાજના ચોથા દિવસે ભાવ ચમક જોવા મળી હતી.

આ સાથે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂપિયા 1,620 અને ચાંદીમાં રૂપિયા 1,850 વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 પર પહોંચ્યા છે, જે 1મી એપ્રિલ, 2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે.

અમદાવાદમાં સોનાના રૂપિયા 42,100 રહ્યા છે જે અગાઉ એટલે કે શુક્રવારે બંધ ભાવની તુલનામાં લગભગ રૂપિયા 800નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી કીલોના ભાવ રૂપિયા 49,442 રહ્યા છે. દિલ્હીમાં સોનાના ભાવ રૂપિયા 680 વધી રપિયા 41,970 થયા છે જ્યારે આઠ ગ્રામની ગિનીના ભાવ રૂા.400 વધી રૂા.31,300 થયા છે.