કોરોનાની બીજી લહેરમાં સોનું ફરી 50 હજારે પહોંચી ગયું છે. સોનું ફરી એક વખત 49 હજાર રૂપિયાની નજીક પહોંચી ગયું છે. એમસીએક્સ પર બપોરે સોનું 49713 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર ગોલ્ડ માર્કેટમાં સોનું 49422 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું  છે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં સોનું 56 હજારને પાર થઈ ગયું હતું.


ચાંદી પણ 73 હજાર પર પહોંચી


જ્યારે એમસીએક્સ પર આજે ચાંદી પણ 73041 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ હી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વાત કરીએ તો અહીં ચાંદી 72428 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે.


સોનું 2241 અને ચાંદી 3550 રૂપિયા મોંઘી થઈ


આ મહિનામાં સોનું 2241 રૂપિયા મોંઘું થયું છે. 30 એપ્રિલના રોજ સોનું 46791 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું જે 31 મેના રોજ 49032 રૂપિયા પર પહોંચી ગયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો 30 એપ્રિલના રોજ તે 67800 રૂપિયા પ્રતિ કિલો હતી જે 31 મેના રોજ વધીને 71350 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે મે મહિનામાં ચાંદી 3550 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. આ પહેલા એપ્રિલ મહિનામાં સોનું 2601 અને ચાંદી 4938 રૂપિયા મોંઘી થઈ હતી.


નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાકાળમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે. વધતી માગ અને કોરોનાની ત્રીજી લહેર આવાવની આશંકાએ આવનારા દિવસોમાં સોનું હજું પણ મોંઘું થઈ શકે છે. તેના કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 58થી 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો તે 80 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.


વિતેલા વર્ષે સોનાના ભાવ 56 હજાર સુધી પહોંચ્યા હતા


વિતેલા વર્ષે જ્યારે કોરોના પોતના પીક પર હતો ત્યારે સોનાનો ભાવ પોતાની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું હતો. ઓગસ્ટ 2020માં 56200 રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા હતા. તે સમયે કોરોના મહામારીને કારણે રોકાણકારોમાં ભારે ડરનો માહોલ હતો. અત્યારે ફરીથી એવો જ માહોલ જોવા મળી રહ્યો છે.