એક જૂનથી એટલે કે આજથી દેશમાં કેટલાક ફેરફાર થયા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફાર બેન્કિંગ સેક્ટરથી લઈને ઈનકમ ટેક્સ ફાઈલિંગ સુધીમાં થશે. આ બદલાવોની પહેલાથી જ જાણકારી હોવી જરુરી છે. આજે અમે તમને જણાવશું 1 જૂનથી શું શું બદલવા જઈ રહ્યું છે.
ઈનકમ ટેક્સ ઈ ફાઈલિંગની સાઈટ
ઈનકમ ટેક્સ વિભાગની ઈ ફાઈલિંગ પોર્ટલ 1થી 6 જૂન સુધી કામ નહી કરે. આયકર વિભાગ 7 જૂને ટેક્સપેયર્સ માટે ઈનકમ ટેક્સ ઈ ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. હાલ આ પોર્ટલ છે http://incometaxindiaefiling.gov.in . જ્યારે ITR ભરવા માટે આધિકારીક વેબસાઈટ 7 જૂન 2021 થી બદલી જશે. 7 જૂનથી http://INCOMETAX.GOV.IN થઈ જશે.
ગેસ સિલિન્ડરની કિંમતો
1 જૂનથી સિલિન્ડરની કિંમતોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર મહિનાથી પહેલી તારીખે દેશની સરકારી તેલ કંપનીઓ LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે.
બેન્ક ઓફ બરોડામાં 1 જૂનથી લાગુ થશે પોઝિટિવ પે સિસ્ટમ
બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો ધ્યાનમાં રાખે કે બેન્કમાં 1 જૂનથી ચેકથી પેમેન્ટ કરવાની રીતમાં બદલાવ થશે. બેન્ક પોતાના ગ્રાહતોને પોઝિટિવ પે કન્ફર્મેશન શરુ કરી રહ્યું છે જેમાં ચેક જારી કરનારને તે ચેકને લગતી કેટલીક માહિતી ઇલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ અથવા એટીએમના માધ્યમથી આપી શકાશે. ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમમાં ચેકની ડિટેલ્સને પણ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ અથવા તેનાથી વધારે બેન્ક ચેક આપે છે.
ગૂગલ સ્ટોરેજની સ્પેસ હવે નહી રહે ફ્રી
1 જૂન બાદ ગૂગલ ફોટોઝમાં અનલિમિટેડ ફોટોઝ અપલોડ નહી કરી શકો. ગૂગલનું કહેવું છે કે 15 GB સ્પેસ દરેક જીમેઈલ યૂઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેઈલના ઈમેઈલ પણ સામેલ છે અને સાથે જ તમારી તસવીરો પણ. જેમાં ગૂગલ ડ્રાઈવ પણ સામેલ છે. જો 15GB થી વધારે સ્પેસ વાપરવી હોય તો પૈસા આપવા પડશે. અત્યાર સુધી અનલિમિટેડ સ્ટોરેજ ફ્રી હતી.
પીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત
પીએફ એટલે કે પ્રોવિડેન્ટ ફંડ સાથે જોડાયેલ નિયમમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા નિયમ અનુસાર ખાતાધારકનું પીએફ એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જરૂરી છે. આ કામની જવાબદારી કંપનીની હશે કે તે પોતાના કર્મચારીઓને કહે કે તે પોતાનું પીએફ આધાર સાથે વેરિફાઈ કરાવે. આ નિયમ આજથી લાગુ થઈ ગયો છે. જો કોઈ કંપની આવું નહીં કરી તે તેના ખાતાધારકના ખાતામાં એપ્લ્યોરની રકમ રોકવામાં આવી શેક છે.
YouTubeથી કમાણી કરનારે ટેક્સ ચૂકવવો પડશે
જો તમે યૂટ્યૂબથી કમાણી કરો છો તો તમારે 1 જૂન બાદ તેના માટે યૂટ્યૂબને ચૂકવણી કરવી પડશે. લોકો આજકાલ યૂટ્યૂબ પર વીડિયો બનાવીને તગડી કમાણી કરી રહ્યા છે. એવામાં હેવ યૂટ્યૂબથી થનારી કમાણી પર તમારે ટેક્સ આપવો પડશે. જોકે તમારે માત્રે એ વ્યૂઝ માટે જ ટેક્સ આપવો પડશે, જે અમેરિકાના વ્યૂઅર્સથી આવ્યા છે. આ પોલિસી 1 જૂન 2021થી લાગુ થઈ જશે.