Gold Silver Price Updates: આગામી સમયમાં આવી રહેલા તહેવારોમાં (upcoming festival season) સોના ચાંદીનો ભાવમાં (gold silver price to hike) વધારો થઈ શકે છે. અમેરિકાએ જે રીતે વ્યાજદર વધારવાના સંકેત આપ્યા છે તેને જોતાં આગામી સમયમાં સોના ચાંદીનો ભાવ (gold and silver price to soar) આસમાને પહોચી શકે છે. જોકે હાલ સોનુ 75 ,630 જ્યારે ચાંદી 94000 ને પાર થઈ ગયું છે.. ત્યારે સોનુ ચાંદી ખરીદવા માટે ગ્રાહકોને હાલ શ્રેષ્ઠ સમય માનવામાં આવી રહ્યો છે રોકાણકારો (investors) પણ હાલ સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે કારણ કે તેમનું વળતર સારું મળી રહ્યું છે.. જોકે અત્યારે ગ્રાહકો જૂનું સોનું (old gold) કાઢીને નવા સોનાની (new gold) પણ ખરી કરી રહ્યા છે 20 થી 30 ટકા લોકો ઓલ્ડ ગોલ્ડ ને પ્યોર ગોલ્ડમાં કન્વર્ટ કરી (convert in to pure gold) રહ્યા છે જ્યારે 70% લોકો હજુ પણ સોના ચાંદીની ખરીદારી કરી રહ્યા છે બુલીયન વેપારીઓનું (bullion traders) માનવું છે આગામી સમયમાં 80 થી 90,000 રૂપિયા સોનું પહોંચી શકે છે જ્યારે ચાંદી 100000 ને પાર થાય તેવી શક્યતા છે.


સોનું ખરીદતા પહેલા આ વાત રાખો ધ્યાનમાં


રેટ ચેક કરો  


સોનાની કિંમત દરરોજ વધતી અને ઘટતી રહે છે. આવી સ્થિતિમાં, સોનું ખરીદતા પહેલા, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ પર જાઓ અને તે દિવસની સોનાની કિંમત તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે.


માત્ર હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન પ્રમાણિત સોનું ખરીદો


સોનું ખરીદતા પહેલા, જ્વેલરીનો HUID નંબર ચોક્કસપણે તપાસો. સરકારે હવે તેને ફરજિયાત બનાવ્યું છે. આ ઉપરાંત, જ્વેલરીનો શુદ્ધતા કોડ, પરીક્ષણ કેન્દ્રનું ચિહ્ન, ઝવેરીના ચિહ્ન અને માર્કિંગની તારીખ પણ તપાસો.


સોનું ખરીદતી વખતે જ ઓનલાઈન પેમેન્ટ કરો


સોનું ખરીદતી વખતે જ ઓનલાઈન પેમેન્ટ કરો. જેમ કે- Paytm, Google Pay, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ. આમ કરવાથી તમે અનેક પ્રકારની છેતરપિંડીથી બચી શકો છો. આ એક રેકોર્ડ હશે કે તમે તે સુવર્ણકાર પાસેથી ઘરેણું ખરીદ્યું છે.


સોનું ખરીદતા પહેલા મેકિંગ ચાર્જ જાણો


ગોલ્ડ જ્વેલરી ખરીદતી વખતે મેકિંગ ચાર્જને ધ્યાનમાં રાખો. મશીનથી બનેલી જ્વેલરીનો મેકિંગ ચાર્જ 3 થી 25 ટકા સુધીનો હોઈ શકે છે. કેટલાક કારીગરો જટિલ રીતે ડિઝાઇન કરેલા ઘરેણાં પણ બનાવે છે. આ જ્વેલરી પર મેકિંગ ચાર્જ 30 ટકા સુધી હોઈ શકે છે. તમે આમાં ડિસ્કાઉન્ટ પણ લઈ શકો છો.