Gold Silver Price Today: ધનતેરસ અને દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. પરંતુ આજે સોનાની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આજે એટલે કે 30 ઓક્ટોબર 2021 (Gold Price 30 October 2021) 24 કેરેટ સોનું 48,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં વેચાઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદીની વાત કરીએ તો, તે 64,600 પ્રતિ કિલો (Silver Price 30 October 2021)ના ભાવે વેચાઈ રહી છે. ચાંદીની કિંમતમાં 400 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળ્યો છે.


તમને જણાવી દઈએ કે સોનાના આભૂષણોની કિંમત દેશભરમાં બદલાતી રહે છે. દરેક રાજ્ય પોતાની રીતે આ ધાતુ પર આબકારી જકાત (Excise Duty), રાજ્ય કર (State Tax) અને મેકિંગ ચાર્જ (Making Charges) લાદે છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 47,000 થી 47,050 પ્રતિ 10 ગ્રામ છે.


બીજી તરફ ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 45,120 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 51,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની કિંમત 49,220 છે. તે જ સમયે, મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48,050 અને કોલકાતામાં 50,050 પ્રતિ 10 ગ્રામ છે.


તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો


તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.


જાણો કે સોનું સાચું છે કે નકલી


આ સિવાય, તમે સોનું ખરીદતી વખતે એપ દ્વારા તેની શુદ્ધતા પણ ચકાસી શકો છો. સરકારે સોનાની શુદ્ધતા તપાસવા માટે એક એપ બનાવી છે. આ એપનું નામ 'બીઆઈએસ કેર એપ' છે. આમાં, ગ્રાહકો શુદ્ધતા ચકાસી શકે છે. આ સિવાય જો સોનાની શુદ્ધતામાં કોઈ ઉણપ હોય તો તમે તેના માટે ફરિયાદ પણ કરી શકો છો. ઉપરાંત, જો તમારા માલનું હોલમાર્ક અથવા લાયસન્સ ખોટું જણાય છે, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.