વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં મંગળવારે ભારે ઘટાડો નોંધાયો હતો. હાજરમાં સોનું 0.1 ટકા ઘટીને 1701.03 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકા ઘટીને 1711.10 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. વૈશ્વિક બજારના આ ઘટાડાને કારણે ભારતીય બજારમાં પણ કિંમત ઘટી અને મંગળવારે એમસીએક્સ પર સોનાની કિંમત 0.4 ટકા ઘટીને 44538 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. આ સતત ચોથો દિવસ છે જ્યારે સોનામાં ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં પણ 0.3 ટકાનો ઘટાડો આવ્યો અને તે 63985 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. આ પહેલા શુક્રવારે દિલ્હીમાં સોનાની કિંમત ઘટીને 44060 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ. જ્યારે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે.


મોંઘવારી વધશે તો સોનામાં રોકાણ વધશે


જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારની વાત છે તો ડોલરની કિંમતમાં તેજી અને કોરોના રસીકરણ વધવાને કારણે મોંઘવારી પણ દબાણ વધવાની શક્યતા છે. હાલમાં મોંઘા ડોલરના દબાણમાં સોનું નીચે ચાલ્યું ગયું છે પરંતુ આ સ્થિતિ વધારે દિવસ સુધી ન પણ રહે કારણ કે રોકાણકારો મોંઘવારીના હેજિંગ માટે સોનામાં રોકાણ કરી શકે છે. ભારતમાં સોનાની કિંમત સતત ઘટી રહી છે. પરંતુ લગ્ન અને તહેવારની સીઝનને કારણે સોનાની માગ ઝડપથી વધાશે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું હતું. તે સમયે કોરોના વાયરસને કારણે મોટાભાગના લોકો સોનામાં રોકાણ કરી રહ્યા હતા. ત્યારે સોનું 11 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી તૂટ્યું છે.


અમેરિકન બોન્ડ યીલ્ડની કિંમત વધવથી સોનામાં રોકાણ ઘટ્યું


વૈશ્વિક બજારમાં અમેરિકન બોલ્ડનું યીલ્ડ વધવાથી ડોલરમાં મજબૂતીને કારણે સોના ચાંદીની કિંમત ઘટી છે. ભારતીય માર્કેટ પર પણ તેની અસર પડી રહી છે. ઉપરાંત ગોલ્ડ પર ડ્યૂટી ઘટવાથી પણ સોનું સસ્તું થઈ રહ્યું છે. જોકે વર્લ્ડ માર્કેટમાં તેની કિંમતમાં સામાન્ય ઉછાળો જોઈ શકાય છે. યૂરોપના કેટલાક દેશોમાં ફરીતી લોકડાઉનને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાને મહત્ત્વ આપી રહ્યા છે.