અમદાવાદઃ એક બાજુ રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી બાજી કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ગરમીને કારણએ શાકભાજીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. સાથે જ કોરોના વાયરસની અસર પણ શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે.


અમદાવાદમાં શાકભાજીના ભાવમાં 40-50 ટકાનો વધારો જોવા મળ્યો છે. શાકભાજીના વધતા ભાવથી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ગઈ છે. જોકે આગળ પણ ગૃહિણીઓને શાકભાજીના વધતા ભાવમાંથી રાહત મળે એમ નથી. હજુ આગળ પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી શકે છે.


શાકભાજીના ભાવ વધવાનું એક કારણ કોરોના વાયરસ પણ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સૌથી વધારે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેના કારણે મહારાષ્ટ્રમાંથી શાકભાજીની આવક ઘટી ગઈ છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.


હાલમાં વટાણા પ્રતિ કિલો 100 રૂપિયા વેચાઈ રહ્યા છે જે પહેલા 60 રૂપિયા હતા, ભીંડા 80 રૂપિયા છે જે પહેલા 60 રૂપિયા કિલો હતા. ગવાર 160 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે જે પહેલા 120 રૂપિયા હતા. જ્યારે ટિંડાળા 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે જે પહેલા 80 રૂપિયામાં મળતા હતા. જ્યારે ચોળી 100 રૂપિયાની જગ્યાએ વધીને 160 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. પરવના ભાવ પણ 100 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.


Income Tax News: 1લી એપ્રિલથી બદલાઈ જશે ઇનકમ ટેક્સ સાથે જોડાયેલ આ 5 નિયમ


ગુજરાતમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા ક્યાં ક્યાં મોકૂફ રખાઈ ? ક્યા વિસ્તારોમાં રાબેતા મુજબ લેવાશે ?


ચાર દિવસ બાદ ફરી સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલા છે ભાવ


ભારતના આ પાડોશી દેશમાં લાગ્યું આંશિક લોકડાઉન, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી કોરોના પોઝિટિવ


ગુજરાતના આ શહેરમાં હવે કોર્પોરેશન સોસાયટીમાં જઈને કોરોનાની રસી આપશે, જાણો શું રાખી છે શરત


કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપથી તબીબો ચિંતિંત, દર 100 વ્યક્તિઓમાંથી 20 લોકોમાં....