Gold-Silver Price 18 August: આજે ફરી એકવાર દેશમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ઓક્ટોબર માટે સોનાનો કોન્ટ્રેક્ટ આજે 148 રૂપિયાના વધારા સાથે રૂ. 47,378 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગઈકાલે તેની કિંમત 47,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. છેલ્લા એક સપ્તાહમાં સોનાની આ સર્વોચ્ચ સપાટી છે.


સાથે જ આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજે તેની કિંમત 0.35 ટકા એટલે કે 827 રૂપિયા વધીને 63,447 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગઈકાલે પણ ચાંદીના ભાવ 0.26 ટકા વધીને રૂ. 62,620 પ્રતિ કિલોગ્રામ હતા.


આંતરરાષ્ટ્રીય બજારમાં આજે પણ સોનાના ભાવ સપાટ રહ્યા


આંતરરાષ્ટ્રીય બજારમાં મંગળવારની જેમ આજે પણ સોનાના ભાવ સપાટ રહ્યા હતા. હાજરમાં ગોલ્ડનો ભાવ આજે ઔંસ દીઠ 1,785.66 ડોલર નોંધાયો હતો. બીજી બાજુ યુએસ ગોલ્ડ વાયદો $ 1,787.20 પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 0.1 ટકા વધીને 23.65 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.


ડોલરના નીચા ભાવ તેમજ ડેલ્ટા વેરિએન્ટને કારણે વિશ્વભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. આ કારણે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સપાટ રહ્યા હતા. હવે તમામની નજર ફેડરલ રિઝર્વની જુલાઈની બેઠકની મિનિટ્સ પર છે. આ આજે જાહેર કરવામાં આવશે.


મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ


નોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.


પાણી-આઇસક્રીમના કપને પ્લાસ્ટિકની ડિશો-ચમચીઓ, ચોકલેટના રેપર બજારમાં જોવા નહીં મળે! જાણો ક્યા પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકશે


LPG Cylinder Price Hike: ફરી એલપીજીના ભાવમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલામાં મળશે સિલિન્ડર