LPG Cylinder Price Hike: પેટ્રોલિયમ કંપનીઓએ ફરી એક વખત એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. હવે સબસિડી વગરના ઘરેલું એલપીજી સિલિન્ડર માટે તમારે 25 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એલપીજીના ભાવમાં વધારા બાદ હવે દિલ્હીમાં ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 859.5 રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે LPG ની નવી કિંમત સોમવાર રાતથી જ અમલમાં આવી ગઈ છે.


વધેલા ભાવ બાદ 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં 886 રૂપિયા, મુંબઈમાં 859.5 રૂપિયા અને લખનૌમાં 897.5 રૂપિયા છે. ઘરેલું એલપીજી સિલિન્ડરની જેમ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ 68 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1618 રૂપિયા થઈ ગઈ છે.


નોંધનીય છે કે તેલ કંપનીઓ દર મહિનાની 1 અને 15 તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે. જણાવી દઈએ કે અગાઉ 1 જુલાઈના રોજ ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. તે પછી, સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે ભાવવધારાની જાણ કરવામાં આવી હતી અને નવા દરો પણ રાતથી જ લાગુ થઈ ગયા હતા. આ રીતે અચાનક પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.


કેન્દ્ર સરકારે હાથ ખંખેર્યા


પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની સતત વધતી કિંમતો પર સરકાર કહે છે કે આ બધું આંતરરાષ્ટ્રીય કિંમતો પર આધારિત છે અને તેના હાથમાં કંઈ નથી. સરકારે ગેસના ભાવમાં સબસિડી દૂર કરવાનો સતત પ્રયાસ કર્યો છે.


પાંચ મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 80 રૂપિયાનો વધારો થયો છે


આ વર્ષે ફેબ્રુઆરીથી એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 80.50 રૂપિયાનો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ કિંમત 831.50 રૂપિયા હતી, પછી 15 ફેબ્રુઆરીના રોજ સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 831.50 રૂપિયા હતી. 25 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવ ફરી વધ્યા હતા. પછી કિંમત 856.50 રૂપિયા થઈ ગઈ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પાંચ મહિનામાં 115 રૂપિયાનો વધારો થયો છે.