ભારતમાં તમામ મોટા શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનું 152 રૂપિયા ઘટીને 48107 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. કોરોનાના ઘટતા કેસ અને અર્થવ્યવસ્થામાં સુધારાને કારણે રોકાણકારો સોનાને બદલે ફરી ઈક્વિટી તરફ વળી રહ્યા છે. સાથે જ વૈશ્વિક સ્તરે પણ સોનામાં નરમ વલણ જોવા મળીરહ્યુ છે. વિતેલા દિવસે સોનું 48259 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું.


જ્યારે ચાંદી પણ 540 રૂપિયા તૂટીને 69925 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. આ પહેલાના દિવસે ચાંદી 70465 રૂપિયા પ્રતિ કિલોએ બંધ રહી હતી. વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં સોનાનો ભાવ ઘટીને 1883 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 27.55 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો હતો.


અલગ અલગ શહેરમાં સોના-ચાંદીના ભાવ


Good Returns વેબસાઇટ અનુસાર દેશના મુખ્ય શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 47950 અને 24 કેરેટ સોનાની કિંમત 52300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહી છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનું 47510 અને 24 કેરેટ સોનાનો ભાવ 48510 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યા છે. કોલકાતામાં 22 કેરેટ સું 48030 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનું 50730 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 46050 અને 24 કેરેટ 50240 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા છે.


વૈશ્વિક બજારમાં સોનું સપાટ


વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઘટાડાની સાથે 1883 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો બાવ 27.55 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. હાલમાં ભારતમાં સોનામાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં રોકાણકારો અમેરિકાના આર્થિક આંકડા પર નજર રાખી રહ્યા છે. એ જ પ્રમાણે આગળ સોનાની ચાલ જોવા મળી શકે છે. હાલમાં ભારતમાં સોનાની ફિઝિકલ માગ નબળી છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનાનો ઉત્પાદન કરતી રિફાઇનરી બંધ હોવાના કારણે સોનાની માંગ અને સપ્લાયમાં ફરક જોવા મળી રહી છે. સાથે આ વર્ષે દેશમાં કોરોનાના કારણે લગ્ન પ્રસંગમાં જેટલી સોનાની ખરીદારી થવી જોઈએ કેટલી ન થવાના કારણે પણ સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે.