સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે આજે બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ મુજબ બુલિયન માર્કેટમાં આજે સોનું 158 રૂપિયા વધીને 46,592 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. જોકે આજે વાયદા બજારમાં સોનામાં થોડી નબળાઈ છે. બપોરે 1.30 વાગ્યે MCX પર 37 રૂપિયાના ઘટાડા સાથે સોનું રૂ. 46,469 પર કારોબાર કરી રહ્યું છે.
બુલિયન માર્કેટમાં ચાંદી ચમકી
ચાંદીની વાત કરીએ તો બુલિયન માર્કેટમાં તે 1,030 રૂપિયા વધીને 60,611 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એમસીએક્સ પર પણ બપોરે 1 વાગ્યે 98 રૂપિયાના ઘટાડા સાથે 60,452 રૂપિયા પર વેપાર કરી રહી છે.
સપ્ટેમ્બરમાં સોનું 1400 રૂપિયાથી વધુ સસ્તું થયું
છેલ્લા મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં 1,416 રૂપિયાનો ઘટાડો થયો છે. 1 સપ્ટેમ્બરે તે 47,267 રૂપિયા હતું, જે 30 સપ્ટેમ્બરે ઘટીને 45,851 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. બીજી બાજુ, જ્યારે ચાંદીની વાત આવે છે, ત્યારે તે 6,307 રૂપિયા સસ્તી થઈ અને 30 સપ્ટેમ્બરે 58,118 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.
સોના અને ચાંદી પર દબાણ
નિષ્ણાતોનું કહેવું છે કે ડોલર અને બોન્ડ્સ પર વ્યાજ વધવાના કારણે સોનાની કિંમત દબાણ હેઠળ રહે છે. જોકે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે વિશ્વમાં ફુગાવાનો દર વધશે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સોનાની માંગ ફરી વધશે. આ સિવાય તહેવારોની સીઝનમાં સોનાની માંગ વધશે અને તેના કારણે ભાવમાં વધારો થઈ શકે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, ડોલરની મજબૂતીના કારણે સોનું અને ચાંદી દબાણ હેઠળ છે. જોકે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે આગામી મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. તેનાથી ફુગાવો વધી શકે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળે સોનામાં વધારો થઈ શકે છે. તેમના મતે, દિવાળી સુધીમાં સોનાની કિંમત 49 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.