વૈશ્વિક બજારની જેમ જ ભારતીય માર્કેટમાં પણ સોનું અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. સોનું મંગળવારે ફરી 50 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે. સોનાના ભાવમાં તહેવારની માગની અસર જોવા મળી રહી છે. જેના કારણે સોનું અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. સોમવારે કિંમતમાં ઘટાડો આવતા નીચલી સપાટીએ ખરીદી આવતા ફરી ભાવ ઉછળ્યા હતા.


દિલ્હી માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો

ભારતમાં એમસીએક્સ પર મંગળવારે સોનાની કિંમત 1.1 ટકા એટલે કે 549 રૂપિયા વધીને 50297 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગઈ છે. ચાંદીની કિંમત પણ 2.10 ટકા વધી છે અને તે 62130 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. ભારતમાં તહેવાની માગની અસરને કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ ગોલ્ડ માર્કેટમાં મંગળવારે હાજર સોનાની કિંમત 52,208 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી. જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 50,305 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી.

વૈશ્વિક બજારમાં રાહત પેકેજ પર નજર

સોમવારે દિલ્હી માર્કેટમાં સોનાની કિંમત 277 રૂપિયા વધીને 52,183 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ હતી જ્યારે ચાંદીની કિંમત 694 રૂપિયા વધીને 65,699 રૂપિયા પ્રતિ કિલો રહી. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1849.93 ડોલર પ્રતિ ઔંસે પહોંચી છે. યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.8 ટકા વધી 1869.40 ડોલર પ્રતિ ઔંસ રહી છે.

વિશ્વના સૌથી મોટા ગોલ્ડ આધારિત ઈટીએફ SPDR Gold Trustનું હોલ્ડિંગ 0.83 ટકા ઘટીને 1249.79 ટન પર હી છે. ત્યારે ચાંદીની કિંમત 0.1 ટકા વધી 24.10 ડોલર પ્રતિ ઔંસ રહી છે. વૈશ્વિક બજાર અમેરિકાના રાહત પેકેજ પર નજર માંડીને બેઠું છે.