અમેરિકન અર્થવ્યવસ્થામાં ડોલરની મજબૂતી અને અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત મળ્યા બાદ ભારતીય બજારમાં સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે એમસીએક્સમાં સોનાની કિંમતમાં 2000 રૂપિયાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો.


સોમવારે એમસીએક્સમાં સોનાની કિંમત 193 રૂપિયા ઘટીને 48774 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદી 237 રૂપિયા ઘટીને 63994 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી જેના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

દિલ્હી માર્કેટમાં સોનાના ઘટાડો

શુક્રવારે દિલ્હીના સ્પોર્ટ માર્કેટમાં સોનું 614 રૂપિયા ઘટીને 49763 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું જ્યારે ચાંદી 1609 રૂપિયા ઘટીને હાજરમાં 67518 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હી. જ્યારે અમદાવાદમાં સોનું હાજરમાં 50256 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાયું હતું. ફ્યૂચર ગોલ્ડ 48743 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. ભારતીય બજારમાં હાલમાં સોનાની કિંમતમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે. .

વૈશ્વિક બજારમાં સોનું છ સપ્તાહની નીચલી સપાટીએ

વૈશ્વિક બજારમાં સોનું સોમવારે છ સપ્તાહની નીચલી સપાટીએ પહોંચી ગયું. મજબૂર ડોલર અને યૂએસ ટ્રેઝરી બોન્ડની મજબૂતીને કારણે સોનામાં ઘટાડો આવ્યો. શુક્રવારે સોનું 1.7 ટકા ઘટીને 1816.53 ડોલર પર પહોંચી ગયું જ્યારે ચાંદી 2.6 ટકા ઘટીને 24.71 ઔંસ પ્રતિ ડોલર પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત હાલમાં અમેરિકન અર્થવ્યવસ્થાની સ્થિતિ પર આધાર રાખે છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં જો બાઇડેનની રાહત યોજનાઓને મંજૂરી મળવા અને જોબ માર્કેટમાં સુધારા બાદ સોનાની કિંમતમાં ઘટાડો આવી શકે છે. પરંતુ હાલમાં વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડો આગળ પણ જોવા મળી શકે છે.