નવી દિલ્હીઃ દેશની મોટી કાર નિર્માતા કંપનીઓમાંની એક હ્યૂન્ડાઇએ પોતાની કારોના કેટલાક વેરિએન્ટ્સનુ પ્રૉડક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પૉપ્યૂલર કૉમ્પેક્ટ એસયુવી Hyundai Venue 1.0L Turbo S MT, Santro 1.1 MT Corporate, Santro 1.1 AMT Corporate, Grand i10 NIOS 1.2 MT Corporate, Grand i10 NIOS 1.2 AMT Corporate જેવી કારોને ડિસ્કન્ટીન્યૂ કરવાનો ફેંસલો કર્યો છે.


શું છે કારણ....
હ્યૂન્ડાઇ મૉટર ઇન્ડિયા અનુસાર આ ત્રણ પૉપ્યૂલર કારોના આ વેરિએન્ટ્સની સેલમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો, એટલા માટે આ કારોનુ પ્રૉડક્શન બંધ કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. Sentro અને Grand i10 NIOSના જે વેરિન્ટ્સનું પ્રૉડક્શન્સ બંધ કરવામાં આવી રહ્યું છે, તે લિમીટેડ એડિશન મૉડલ હતા, અને ફેસ્ટિવ સિઝન બાદ આની સેલ ન હતી થઇ રહી.

Hondaએ પણ પોતાની આ કારોને કરી ડિસ્કન્ટીન્યૂ....
હોન્ડા કોર્સ ઇન્ડિયા લિમીટેડે ભારતમાં પોતાની પ્રીમિયમ સેડાન કાર Civic અને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ CR-Vના વેચાણ અને પ્રૉડક્શન્સને બંધ કરી દીધુ હતુ. Honda Civic એ કંપનીએ પહેલીવાર 2006માં અને CR-Vને 2003મા માર્કેટમાં ઉતારી હતી. કંપનીના કુલ વેચાણમાં આ કારોનુ વેચાણ માંડ ત્રણથી ચાર ટકા થઇ રહ્યું હતુ.