અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો થવાની અસર વૈશ્વિક કોમોડિટી બજારમાં પણ જોવા મળી રહી છે. માટે સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની અસર ભારતમાં પણ કિંમત પર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ગુરુવારે સોના અને ચાંદીમાં અહીં ઘટાડો નોંધાયો હતો.


એમસીએક્સ પર સોનામાં ઘટાડો

એમસીએક્સ પર ગુરુવારે સોનું 180 રૂપિયા ઘટીને 44,768 રૂપિાય પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદીમાં 0.78 ટકાનો એટલે કે 527 રૂપિયા નોઘટાડો નોંધાયો છે અને 67,473 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગી. ગુરુવારે અમદાવાદ ગોલ્ડ માર્કેટમાં હાજર 44970 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે સોનું ફ્યૂચર 44804 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બોલાઈ રહ્યું છે. બુધવારે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનાનો ભાવ 208 રૂપિયા ઘટીને 44768 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. આ પહેલા સોનું 44976 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી 602 રૂપિયાની તેજી સાથે 68194 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

વૈશ્વિક બજારમાં પણ સોનામાં ઘટાડો

જ્યારે ગ્લોબલ માર્કેટમાં સોનામાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને 1734.16 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. જ્યારે ચાંદીમાં 0.1 ટકાનો ઉછાળા સાથે 26.11 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. હાજરમાં સોનું 0.2 ટકા ઘટાડા સાથે 1734.16 પર પહોંચી ગયું. જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચર પણ 1734.10 ડોલર પર આવી ગયું. બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ ઘટીને અત્યાર સુધીની નીચલી સપાટી પર આવી ગયું છે.

અમેરિકામાં દસ વર્ષના બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોનું સસ્તું થઈ રહ્યું છે. રોકાણકારો બોન્ડ તરફ વળી રહ્યા છે. બોન્ડ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સની તુલનામાં વધારે સુરક્ષિત ગણાય છે. કેટલાક રોકાણકારો હાલમાં શેર માર્કેટ પર પણ ફોકસ કરી રહ્યા છે. જો બજાર વધારે ઘટે છે તો સોનામાં રોકાણ વધશે અને તેની કિંમત ઘટી શકે છે.