વૈશ્વિક બજારમાં સોનાની કિંમત બુધવારે લગભગ સપાટ રહી હતી. અમેરિકામાં વ્યાજ દરમાં ઉછાળો આવાવની સંભાવના અને ડોલર નબળો રહેતા ભાવ સપાટ રહ્યા હતા. ડોલર ઇન્ડેક્સ બુધવારે 0.1 ટકા ઘટ્યો હતો. તેનાથી સોનામાં તેજીની સંભાવના ખત્મ થઈ ગઈ છે. ઘરેલુ માર્કેટમાં બુધવારે એમસીએક્સમાં સોનું (Gold) 0.26 ટકાની તેજી સાથે 46993 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું, જ્યારે ચાંદી (Silver)  0.56 ટકા વધીને 70000 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. ઓગસ્ટ, 2020માં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગઈ હતી. જો જોવા જઈએ તો સોનાની કિંમત રેકોર્ડ લેવલથી અત્યાર સુધીમાં 10000 રૂપિયા ઘટી ગઈ છે.


દિલ્હી માર્કેટમાં સોનામાં સામાન્ય તેજી


દિલ્હીમાં મંગળવારે સોના (Gold) ની કિંમત 97 રૂપિયાની તેજી સાથે 46758 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગઈ. સોમવારે કારોબારમાં સોનું 46661 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ પર બંધ રહ્યું હતું. ચાંદી (Silver) પણ 1282 રૂપિયા ઉછળીને 70270 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ રહી. સોમવારે તે 68988 રૂપિયા પર બંધ રહી. ભારતમાં ફરી એક વખત સોનાની માગ વધી રહી છે. દેશમાં સોનાની આયાતમાં ઉછાળો આવ્યો છે. સાથે જ રિટેલમાં પણ માગ નીકળી છે. વિતેલા કેટલાક મહિના દરમિયાન માગ જોવા મળી ન હતી.


જ્વેલરીની માગ વધી


વેલ્યૂની દૃષ્ટિએ દેશમાં આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ્વેલરીની માગમાં 58 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની સાથે જ તે 43100 કોરડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વિતેલા વર્ષના ક્વાર્ટરમાં આ આંકડો 27230 કરોડ રૂપિયા હતો. જ્યારે વિતેલા વર્ષે વેલ્યૂ ટર્મમાં રોકાણની માગ જાન્યુઆરીથી માર્ચમાં 10350 કરોડ રૂપિયા હતી, જ્યારે વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં 53 ટકાના ઉછાળા સાથે 15780 કરોડ રૂપિયા રહી હતી.


Petrol Diesel Rate Today: સતત બીજા દિવસે સરકારે આપ્યો ઝાટકો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો


આ દેશમાં કોરોનાની રસી લેનારને ગાંજો, બીઅર, ફ્રી રાઈડ અને રોકડ જેવી ઓફર મળી રહી છે