ભારતમાં સોનાની કિંમતમાં આજે પણ દબાણ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના કિંમતમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે એટલે કે આજે 22 કેરે સોનાના 10 ગ્રામનો ભાવો સામાન્ય ઉછાળા સાથે 46200 રૂપિયા પર પહોંચી ગયો જ્યારે મંગળવારે તે 46160 રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 67900 રૂપિયા છે.


મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓગસ્ટ સોનાનો વાયદો 9.30 કલાકે 10 ગ્રામનો ભાવ 0.03 ટકાના ઘટાડા સાથે 46543 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. જુલાઈ ચાંદી વાયદો 0.07 ટકા વધીને 67277 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો.


દિલ્દી, ચેન્નઈ, મુંબઈ, કોલોકાતામાં સોનાનો આજનો ભાવ


દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈમાં આજે સોનાની કિંમતમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 46150 રૂપિયા રહ્યો જ્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 50250 રૂપિયા છે. જ્યારે ચેન્નઈમાં ભાવ 50 રૂપિયા ઘટાડા સાથે 44450 રૂપિયા પર બંધ રહ્યો. મુંબઈમાં સોનાનો ભાવ 46200 રૂપિયા છે.


જ્યારે કોલકાતામાં 22 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 46670 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 49220 રૂપિયા કોઈપણ ફેરફાર વગર રહ્યા છે. બીજી બાજુ મુંબઈ, કોલકાતા, દિલ્હીમાં ચાંદીનો ભાવ 68000 રૂપિયા અને ચેન્નઈમાં ચાંદીનો ભાવ 73000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.


વૈશ્વિક બજારમાં સોનાની કિંમત


નોંધનીય છે કે, વૈશ્વિક બજારમાં ડોલરની કિંમતમાં ઉછાળાને કારણે સોનાની કિંમત એક સપ્તાહની નીચલી સપાટીએ આવી ગઈ છે. સોનામાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે જે તેનો મોટો સાપ્તાહિક ઘટાડો છે. હાજરમાં સોનું  0.1 ટકાના ઘટાડાના સાથે 1760.90 ડોલર પ્રતિ સ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અમેરિકામાં સોનાનો વાયદો 0.3 ટકાની સાથે 1759.40 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો.


દેશમાં પેટ્રોલ પર સૌથી વધારે ટેક્સ લેતાં 10 રાજ્યો ક્યાં છે ? જો કે કોઈ પણ રાજ્યનો ટેક્સ કેન્દ્રથી વધારે નથી....


પેટ્રોલના અધધધ ભાવ માટે રાજ્યો છે જવાબદાર ? કેન્દ્ર કરતાં રાજ્ય સરકારો વધારે લે છે ટેક્સ ? જાણો આ વાયરલ મેસેજની હકીકત