Salary Hike In 2023: છેલ્લા કેટલાક સમયથી અનેક મલ્ટિનેશનલ કંપનીઓ તેના કર્મચારીઓની મોટા પાયે છંટણી કરી રહી છે. પરંતુ કોર્પોરેટ સેક્ટરના કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. અહેવાલ અનુંસાર ભલે 2023માં વૈશ્વિક કટોકટીને કારણે કોર્પોરેટ જગતની સામે ઘણા પડકારો છે, પરંતુ 2023માં ભારતીય કોર્પોરેટ જગત 2022 કરતા પણ વધુ પોતાના કર્મચારીઓનો પગાર વધારવાની તૈયારી કરી રહ્યું છે. એક સર્વે અનુસાર, જ્યાં 2022માં સરેરાશ 9.2 ટકાનો પગાર વધારો થયો હતો, પરંતુ 2023માં તેમાં 9.8 ટકાનો વધારો થવાની ધારણા છે અને તેનાથી પણ વધુ પ્રતિભાશાળી લોકો તેમના પગારમાં વધારો જોઈ શકે છે.


કોર્ન ફેરીના તાજેતરના સર્વે અનુસાર, કંપનીઓનું ધ્યાન એ વાત પર છે કે વધુ પ્રતિભાશાળી લોકોએ કંપનીઓ છોડીને અન્યત્ર ન જવું જોઈએ. આ માટે કંપનીઓ વિવિધ પ્રકારના ટેલેન્ટ મેનેજમેન્ટ સ્ટેપ્સ અને ઔપચારિક રીટેન્શન અને ઉચ્ચ પગાર આપીને ઉચ્ચ પ્રદર્શન કરતા કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ સર્વે 818 કંપનીઓમાં કરવામાં આવ્યો હતો, જેમાં માનવામાં આવતું હતું કે 2023માં સરેરાશ પગારમાં 9.8 ટકાનો વધારો થઈ શકે છે. 2020માં કોરોનાના સમયગાળા દરમિયાન કર્મચારીઓના સરેરાશ પગારમાં માત્ર 6.8 ટકાનો વધારો થયો હતો.


સર્વે અનુસાર, લાઈફ સાઈસેઝ અને હેલ્થકેરમાં સરેરાશ 10.2 ટકાનો પગાર વધારો અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રોમાં 10.4 ટકાનો વધારો જોવા મળી શકે છે. આ સિવાય સર્વિસિંગ સેક્ટરમાં સરેરાશ 9.8 ટકા, ઓટોમોટિવમાં 9 ટકા, રસાયણોમાં 9.6 ટકા, કન્ઝ્યુમર ગુડ્સમાં 9.8 ટકા અને રિટેલમાં 9 ટકાનો સરેરાશ પગાર વધારો અપેક્ષિત છે.


કોર્ન ફેરીના રિઝનલ મેનેજિંગ ડિરેક્ટર નવનીત સિંઘે જણાવ્યું હતું કે, આખી દુનિયામાં મંદી અને વૈશ્વિક આર્થિક સંકટની ચર્ચા છે, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા વિશે સકારાત્મક વિચારસરણી છે કે ભારતનો જીડીપી 6 ટકાથી ઉપર રહેવાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે, કંપનીઓમાં ટોચના પ્રતિભાશાળી લોકોના પગારમાં 15 થી 30 ટકાનો પગાર વધારો જોવા મળી શકે છે.


સર્વે અનુસાર, મેક્રો ઇકોનોમિક આઉટલૂક સકારાત્મક છે, પરંતુ સતત બદલાતી ગ્રાહકોની પસંદગીઓ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, વધતી ભાગીદારીને કારણે બિઝનેસ પર નવા પ્રકારના દબાણ વધી રહ્યા છે. આ દબાણમાં આગળ રહેવા માટે અને માંગનો સામનો કરવા માટે, કોર્પોરેટ્સને કર્મચારીઓમાં પરિવર્તન કરવું પડશે. સર્વેમાં 60 ટકા કંપનીઓએ કહ્યું કે તેમણે હાઇબ્રિડ મોડલ અપનાવ્યું છે.